Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ટીકામાં પ્રત્યેક વ્યક્તિને તત્તદ્વિષયક જ્ઞાતવ્ય બધા જ વિષયો મળી શકે છે. અધિક સૂક્ષ્મતા તથા વિસ્તારથી ગંભીર અધ્યયન કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે બૃહત ટીકાઓ પણ તેમણે રચી છે. આ રીતે તર્ક, લક્ષણ અને સાહિત્યમાં પાંડિત્ય પ્રાપ્ત કરવાનાં સાધનો પૂરા પાડીને ગુજરાતને તેમણે સ્વાવલંબી બનાવ્યું એમ કહીએ તો અત્યુક્તિ નહિ થાય. હેમચન્દ્ર આ રીતે ગુજરાતના વિદ્યાચાર્ય બન્યા.
યાશ્રય સંસ્કૃત-પ્રાકૃત કાવ્યનું પ્રયોજન પણ પઠન પાઠન જ છે. આ કાવ્યની પ્રવૃત્તિ વ્યાકરણ શિખવાડવું અને રાજવંશનો ઈતિહાસ વર્ણવવો – આ બે પ્રયોજનોની સિદ્ધિ માટે છે. બાહ્ય રૂપ ક્લિષ્ટ હોવા છતાં આ કાવ્યનાં પ્રસંગવર્ણનોમાં કવિત્વ સ્પષ્ટ ઝળકે છે. ગુજરાતના સામાજિક જીવનના ગવેષકને માટે કયાશ્રયનો અભ્યાસ અત્યન્ત આવશ્યક છે.
પ્રમાણમીમાંસા નામના અપૂર્ણ ઉપલબ્ધ ગ્રન્થમાં પ્રમાણચર્ચા છે, તેનો વિશેષ પરિચય આગળ આપી દીધો છે.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત તો એક વિશાલ પુરાણ છે. હેમચન્દ્રની વિશાલ પ્રતિભાને જાણવા માટે આ પુરાણનો અભ્યાસ આવશ્યક છે. તેનું પરિશિષ્ટ પર્વ ભારતના પ્રાચીન ઈતિહાસની ગવેષણામાં બહુ જ ઉપયોગી છે.
યોગશાસ્ત્રમાં જૈનદર્શનના ધ્યેયની સાથે યોગની પ્રક્રિયાના સમન્વયનો સમર્થ પ્રયાસ છે. હેમચન્દ્રને યોગનો સ્વાનુભવ હતો એવું તેમના પોતાના કથનમાંથી જાણવા મળે
દ્વાáિશિકાઓ તથા સ્તોત્રો સાહિત્યિક દષ્ટિએ હેમચન્દ્રની ઉત્તમ કૃતિઓ છે. ઉત્કૃષ્ટ બુદ્ધિ તથા હૃદયની ભક્તિનો તેમનામાં સુભગ સંયોગ છે.'
ભારતભૂમિ અને ગુજરાતના ઈતિહાસમાં હેમચન્દ્રનું સ્થાન પ્રમાણોના આધારે કેવું મનાય? ભારતવર્ષના સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં તો તે મહાપંડિતોની પંક્તિમાં સ્થાન પામે છે; ગુજરાતના ઈતિહાસમાં તેમનું સ્થાન વિદ્યાચાર્ય તરીકે અને રાજાપ્રજાના આચારના સુધારક તરીકે પ્રભાવ પાડનાર એક મહાન આચાર્યનું છે.
– રસિકલાલ છો. પરીખ
૧. જુઓ ડૉ. આનન્દશંકર ધ્રુવની સ્યાદ્વાદમંજરીની પ્રસ્તાવના, પૃ. ૧૮ અને ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org