Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
જયસિંહ સિદ્ધરાજના સમયમા સિંહ નામના સાંખ્યવાદી, જૈન વીરાચાર્ય, ‘પ્રમાણનયતત્ત્વાલોક’ અને ટીકા ‘સ્યાદ્વાદરત્નાકર'ના રચનાર પ્રસિદ્ધ તાર્કિક વાદિદેવસૂરિ વગેરે પ્રખ્યાત હતા. ‘મુદ્રિતકુમુદચન્દ્ર' નામના પ્રકરણમાં જયસિંહની વિદ્વત્સભાનું વર્ણન આવે છે. તેમાં તર્ક, ભારત અને પરાશરના મહર્ષિ સમ મહર્ષિનો, શારદાદેશમાં (કાશ્મીરમાં) જેમની વિદ્યાનો ઉજ્વલ મહોત્સવ સુવિખ્યાત હતો એવા ઉત્સાહ પંડિતનો, અદ્ભુત મતિરૂપી લક્ષ્મી માટે સાગર સમ સાગર પંડિતનો અને પ્રમાણશાસ્રના મહાર્ણવના પારંગત રામનો ઉલ્લેખ આવે છે (અંક ૫, પૃ. ૪૫). વડનગરની પ્રશસ્તિના સર્જક પ્રજ્ઞાચક્ષુ, પ્રાગ્ધાટ (પોરવાડ) કવિ શ્રીપાલ અને ‘મહાવિદ્વાન્’ અને ‘મહામતિ’ આદિ વિશેષણોથી યુક્ત ભાગવત દેવબોધ પરસ્પર સ્પર્ધા કરતા હતા પરંતુ તો પણ જયસિંહના માન્ય હતા. વારાણસીના ભાવ બૃહસ્પતિએ પણ પાટનમાં આવી શૈવધર્મના ઉદ્ધાર માટે જયસિંહને સમજાવ્યા હતા. આ જ ભાવ બૃહસ્પતિને કુમારપાલે સોમનાથ પાટણના ગંડ (રક્ષક) પણ બનાવ્યા હતા.
૪૨
તે બધા ઉપરાંત મલધારી હેમચન્દ્ર, ‘ગણરત્નમહોદધિ'ના કર્તા વર્ધમાનસૂરિ, ‘વાગ્ભટાલંકાર’ના કર્તા વાગ્ભટ આદિ વિદ્વાન પાટનમાં પ્રસિદ્ધ હતા.
આ ઉપરથી એવી કલ્પના થાય છે કે જે પંડિતમંડલમાં આચાર્ય હેમચન્દ્રે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી તે સાધારણ ન હતું. તે યુગમાં વિદ્યા તથા કલાને જે ઉત્તેજન મળતું હતું તેનાથી હેમચન્દ્રને વિદ્વાન બનવા માટેનાં સાધનો સુલભ થયાં હશે, પરંતુ વિદ્વાનોમાં અગ્રેસર થવા માટે તેમને અસાધારણ બુદ્ધિકૌશલ દેખાડવું પડ્યું હશે.
[૩]
શ્રી જિનવિજયજીએ કહ્યું છે તે મુજબ ભારતના કોઈ પણ પ્રાચીન ઐતિહાસિક પુરુષ વિષયક જેટલી ઐતિહ્ય સામગ્રી ઉપલબ્ધ થાય છે તેની તુલનામાં આચાર્ય હેમચન્દ્રવિષયક લભ્ય સામગ્રીને વિપુલ કહી શકાય; તો પણ આચાર્યના જીવનનું સુરેખ ચિત્ર ચિત્રિત કરવા માટે તે સામગ્રી સર્વથા અપૂર્ણ છે.
ડૉ. બ્યુલ્સરે ઈ.સ. ૧૮૮૯માં વિએનામાં આચાર્ય હેમચન્દ્રના જીવન ઉપર ગવેષણાપૂર્વક એક નિબંધ પ્રગટ કર્યો હતો. તેમાં તેમણે આ. હેમચન્દ્રના પોતાના ગ્રન્થ ‘ચાશ્રયકાવ્ય’ ‘સિદ્ધહેમની પ્રશસ્તિ’ અને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષરિત' ગત
૧. જુઓ કાવ્યાનુશાસન પ્રસ્તાવના, પૃ. ૨૪૨-૬૨.
—
૨. શિલ્પકલા માટે જુઓ – હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રકૃત ‘કુમારપાલવિહારશતક', તેમાં કુમારપાલવિહાર નામના મંદિરનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org