Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
૧૩ ઉપર જે વાદોનું વર્ણન કર્યું છે તેમના ઉપાદાનરૂપ વિચારોનો ઐતિહાસિક ક્રમ સંભવત: આવો જણાય છે– શરૂઆતમાં વાસ્તવિક કાર્યકારણભાવની ખોજ જડ જગત સુધી જ રહી. ત્યાં સુધી જ તે પરિમિત રહી. ક્રમશઃ સ્થૂલ જડ જગતની પેલે પાર ચેતન તત્ત્વની શોધ – કલ્પના થતાં જ દશ્ય અને જડ જગતમાં પહેલેથી જ સિદ્ધ પેલી કાર્યકારણભાવની પરિણામિનિત્યતા ચેતન તત્ત્વ સુધી પહોંચી ગઈ. ચેતન પણ જડની જેમ જો પરિણામિનિત્ય હોય તો પછી બન્નેમાં અંતર જશું રહ્યું? આ પ્રશ્ન વળી ચેતનને કાયમ રાખી તેમાં કૂટસ્થનિત્યતા માનવા તરફ તથા પરિણામિનિત્યતા યા કાર્યકારણભાવને જડ જગત સુધી જ પરિમિત રાખવાની તરફ વિચારકોને પ્રેરિત કર્યા. ચેતનમાં માનવામાં આવતી કૂટનિત્યતાનું પરીક્ષણ ફરી શરૂ થયું. તે પરીક્ષણને પરિણામે અત્તતોગત્વા કેવળ કૂટસ્થનિત્યતા જ નહિ પરંતુ જડગત પરિણામિનિત્યતા પણ લુપ્ત થઈ ગઈ અને માત્ર પરિણમનધારા જ બાકી બચી. આમ એક તરફ આત્મત્તિક વિશ્લેષણે માત્ર પરિણામ યા ક્ષણિકત્વના વિચારને જન્મ આપ્યો તો બીજી તરફ આત્મત્તિક સમન્વયની બુદ્ધિએ ચૈતન્યમાત્રપારમાર્થિકવાદને જન્મ આપ્યો. સમન્વયબુદ્ધિએ અન્ને ચૈતન્ય સુધી પહોંચીને વિચાર્યું કે જો સર્વવ્યાપક ચૈતન્ય તત્ત્વ છે તો પછી તેનાથી ભિન્ન જડ તત્ત્વની વાસ્તવિકતા શા માટે માનવી? અને જો કોઈ જડ તત્ત્વ અલગ ન હોય તો આ દશ્યમાન પરિણામધારા પણ વાસ્તવિક કેમ હોય? આ વિચારે બધા ભેદો અને જડ જગતને માત્ર કાલ્પનિક મનાવીને પારમાર્થિક ચૈતન્યમાત્રવાદની સ્થાપના કરાવી.
ઉક્ત વિચારક્રમનાં સોપાન આ પ્રમાણે જણાવી શકાય – (૧) જડ માત્રમાં પરિણામિનિત્યતા. (૨) જડ અને ચેતન બન્નેમાં પરિણામિનિત્યતા. (૩) જડમાં પરિણામિનિત્યતા અને ચેતનમાં ફૂટસ્થનિત્યતાનો વિવેક.
(૪) () કૂટસ્થ અને પરિણામી બન્ને નિત્યતાનો લોપ અને માત્ર પરિણામપ્રવાહની સત્યતા.
(વ) કેવળ કૂટસ્થ ચૈતન્યની જ યા ચૈતન્યમાત્રની સત્યતા અને તેનાથી ભિન્ન સર્વની કાલ્પનિકતા યા અસત્યતા.
જૈન પરંપરા દશ્ય વિશ્વ ઉપરાંત પરસ્પર અત્યન્ત ભિન્ન એવાં જડ અને ચેતન અનન્ત સૂક્ષ્મ તત્ત્વોને માને છે. તે સ્થૂલ જગતને સૂક્ષ્મ જડ તત્ત્વોનું જ કાર્ય કે રૂપાન્તર માને છે. જૈન પરંપરાનાં સૂક્ષ્મ જડ તત્ત્વો પરમાણુરૂપ છે. પરંતુ તે આરંભવાદના પરમાણુઓની અપેક્ષાએ અત્યન્ત સૂક્ષ્મ મનાયા છે. પરમાણુવાદી હોવા છતાં પણ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org