Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા બૌદ્ધ-બ્રાહ્મણ પરંપરાના કયા કયા વિદ્વાનોની કૃતિઓનું અધ્યયન અને પરિશીલન વિશેષપણે કર્યું હતું જે પ્રમાણમીમાંસામાં ઉપયુક્ત થયા હોય. દિનાગ, ખાસ કરીને ધર્મકીર્તિ, ધર્મોત્તર, અર્ચટ અને શાન્તરક્ષિત એ બૌદ્ધ તાર્કિકો હેમચન્દ્રના અધ્યયનનો વિષય અવશ્ય રહ્યા છે. કણાદ, ભાસર્વજ્ઞ, વ્યોમશિવ, શ્રીધર, અક્ષપાદ, વાસ્યાયન, ઉદ્યોતકર, જયન્ત, વાચસ્પતિ મિશ્ર, શબર, પ્રભાકર, કુમારિલ વગેરે જુદી જુદી વૈદિક પરંપરાઓના પ્રસિદ્ધ વિદ્વાનોની બધી કૃતિઓ પ્રાયઃ તેમના અધ્યયનનો વિષય રહી છે. ચાર્વાક એકદેશીય જયરાશિ ભટ્ટનો તત્ત્વોપપ્લવ પણ તેમની દષ્ટિ બહાર ન હતો. આ બધું હોવા છતાં હેમચન્દ્રની ભાષા તથા નિરૂપણશૈલી ઉપર ધર્મકીર્તિ, ધર્મોત્તર, અર્ચટ, ભાસર્વજ્ઞ, વાત્સ્યાયન, જયન્ત, વાચસ્પતિ, કુમારિલ વગેરેનો જ આકર્ષક પ્રભાવ પડેલો જણાય છે. તેથી જ આ અધૂરા રૂપમાં ઉપલબ્ધ પ્રમાણમીમાંસા પણ ઐતિહાસિક દષ્ટિએ જૈન તર્કસાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
૪. ભારતીય પ્રમાણશાસ્ત્રમાં પ્રમાણમીમાંસાનું સ્થાન ભારતીય પ્રમાણશાસ્ત્રમાં પ્રમાણમીમાંસાનું તત્ત્વજ્ઞાનની દષ્ટિએ શું સ્થાન છે તે બરાબર સમજવા માટે મુખ્યપણે બે પ્રશ્નો ઉપર વિચાર કરવો જ જોઈશે. જૈન તાર્કિકોનો ભારતીય પ્રમાણશાસ્ત્રમાં શો ફાળો છે, જે પ્રમાણમીમાંસામાં સન્નિવિષ્ટ થયો હોય અને જેને જાણ્યા વિના કોઈ પણ રીતે ભારતીય પ્રમાણશાસ્ત્રનું અધ્યયન પૂરું થઈ જ ન શકે. પૂર્વાચાર્યોના તે ફાળામાં હેમચન્દ્ર પોતાના તરફથી કંઈ પણ વિશેષ અર્પણ કર્યું છે કે નહિ અને કર્યું છે તો કયા મુદ્દાઓ ઉપર?
૧. જૈનાચાર્યોનો ભારતીય પ્રમાણશાસ્ત્રમાં ફાળો ૧. અનેકાન્તવાદ– સૌથી પહેલો અને સૌથી શ્રેષ્ઠ તથા બધા ફાળાઓની ચાવીરૂપ જૈનાચાર્યોનો મુખ્ય ફાળો છે અનેકાન્તવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ.
વિશ્વનો વિચાર કરવાવાળી પરસ્પર ભિન્ન એવી મુખ્ય બે દૃષ્ટિઓ છે. એક છે સામાન્યગામિની અને બીજી છે વિશેષગામિની. પહેલી દૃષ્ટિ શરૂઆતમાં આખા વિશ્વમાં સમાનતા જ દેખે છે પરંતુ તે ધીરે ધીરે અભેદની તરફ ઝૂકતા ઝૂકતા છેવટે આખા વિશ્વને એક જ મૂળમાં દેખે છે અને પરિણામે નિશ્ચય કરે છે કે જે કંઈ પ્રતીતિનો વિષય છે તે તત્ત્વ વાસ્તવમાં એક જ છે. આ રીતે સમાનતાની પ્રાથમિક ભૂમિકા પરથી ઊતરીને છેવટે તે દૃષ્ટિ તાત્ત્વિક એકતાની ભૂમિકા ઉપર આવીને સ્થિર થાય છે. આ દષ્ટિમાં જે એક માત્ર વિષય સ્થિર હોય છે તે જ સત્ છે. સત્ તત્ત્વમાં આત્યંતિકપણે નિમગ્ન હોવાના કારણે તે દૃષ્ટિ યા તો ભેદોને દેખી જ શકતી નથી યા તો દેખીને પણ વાસ્તવિક ન સમજતી હોવાના કારણે વ્યાવહારિક યા અપારમાર્થિક યા બાધિત કહીને છોડી દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org