Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
૨૭
ઉદાહરણાર્થ, જ્યારે આપણે સ્થાન, સમય, રંગ, રસ, પરિમાણ આદિનો વિચાર કર્યા વિના જ વિશાલ જલરાશિ માત્રનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને એક જ એક સમુદ્ર પ્રતીત થાય છે, પરંતુ તે જલરાશિના વિચારમાં જ્યારે સ્થાન, સમય, આદિનો વિચાર દાખલ થાય છે ત્યારે આપણને એક અખંડ સમુદ્રના બદલે અનેક નાનામોટા સમુદ્રો નજરમાં આવે છે, એટલે સુધી કે છેવટે આપણા ધ્યાનમાં જલકણ સુદ્ધાં ન રહેતાં તેમાં કેવળ કોઈ અવિભાજ્ય રૂપ યા રસ આદિનો અંશ જ રહી જાય છે અને સાવ અન્તમાં તો તે પણ શૂન્યવત્ ભાસે છે. જલરાશિમાં અખંડ સમુદ્રની બુદ્ધિ પણ વાસ્તવિક છે અને અંતિમ અંશની બુદ્ધિ પણ. એક અખંડની (અભેદની) બુદ્ધિ એટલા માટે વાસ્તવિક છે કેમ કે તે ભેદોને અલગ અલગ રૂપે સ્પર્શ ન કરતાં બધાને એક સાથે સામાન્યરૂપે દેખે છે. સ્થાન, સમય આદિ કૃત ભેદો જે એકબીજાથી વ્યાવૃત્ત છે તેમને અલગ અલગ રૂપે વિષય કરનારી બુદ્ધિ પણ વાસ્તવિક છે કારણ કે તે ભેદો એવા જ છે. જલરાશિ એક અને અનેક રૂપ હોવાના કારણે તેમાં થનારી સમુદ્રબુદ્ધિ અને અંશબુદ્ધિ પોતપોતાના સ્થાને યથાર્થ હોવા છતાં પણ કોઈ એક બુદ્ધિ પૂર્ણ સ્વરૂપને વિષય ન કરતી હોવાના કારણે પૂર્ણ પ્રમાણ નથી, તો પણ બન્ને મળીને તો પૂર્ણ પ્રમાણ છે. તેવી જ રીતે જ્યારે આપણે આખા વિશ્વને એક માત્ર સતરૂપ દેખીએ છીએ અથવા તો કહો કે જ્યારે આપણે સમસ્ત ભેદો અન્તર્ગત એક માત્ર અનુગમક સત્તા સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે એકમાત્ર સતુ જ છે, કેમકે તે સર્વગ્રાહી સત્તાના વિચારના સમયે કોઈ એવા ભેદો ભાસિત થતા નથી જે પરસ્પર વ્યાવૃત્ત હોય. તે સમયે તો બધા ભેદ સમષ્ટિરૂપે યા એક માત્ર સત્તારૂપે જ ભાસિત થાય છે. અને ત્યારે સ-અદ્વૈત કહેવાય છે. એક માત્ર સામાન્યની પ્રતીતિ સમયે સતુ શબ્દનો અર્થ પણ એટલો વિશાલ થઈ જાય છે કે તેમાં કંઈ શેષ બચતું નથી. પરંતુ આપણે જ્યારે તે વિશ્વને ગુણધર્મકૃત ભેદોમાં, જે પરસ્પર વ્યાવૃત્ત છે, વિભાજિત કરીએ છીએ ત્યારે તે વિશ્વ એક સત રૂપે ભૂંસાઈ જઈ અનેક સંતુ રૂપે પ્રતીત થાય છે. તે સમયે સત્ શબ્દનો અર્થ પણ એટલો જ સંકુચિત થઈ જાય છે. આપણે ક્યારેક કહીએ છીએ કે કોઈ સત્ જડ પણ છે અને કોઈ ચેતન પણ. આપણે એથી વધારે ભેદોની તરફ વધુ ઝૂકીને વળી એ પણ કહીએ છીએ કે જડસદ્ પણ અનેક છે અને ચેતનસત્ પણ અનેક છે. આ રીતે
જ્યારે સર્વગ્રાહી સામાન્યને વ્યાવર્તક ભેદોમાં વિભાજિત કરીને દેખીએ છીએ ત્યારે આપણને અનેક સત જણાય છે અને તે જ સદ્-દ્વૈત છે. આ રીતે એક જ વિશ્વમાં પ્રવૃત્ત થનારી સદ્-દ્વૈત બુદ્ધિ અને સદૂત બુદ્ધિ બન્ને પોતપોતાના વિષયમાં યથાર્થ હોવા છતાં પણ પૂર્ણ પ્રમાણ તો ત્યારે કહેવાશે જ્યારે તે બન્ને સાપેક્ષરૂપથી મળે. આ જ તો સદ્દ્વૈત અને સદૂત વાદો જે પરસ્પર વિરુદ્ધ સમજાય છે, મનાય છે તેમનો અનેકાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org