________________ 34 આ સ્ત્રી કેણ છે ? તે કેની દુહિતા છે? નવનવતી અને ગુણનું મંદિરરૂપ એ બાળા શામાટે તપસ્યા કરે છે ? વસંતકે મદનને કહ્યું, સ્વામી ! - પ્રભંજન” નામે એક ખેચર પતિ છે, તેને “વા” નામે સ્ત્રી છે, તેમને “રતિ” નામે આ પુત્રી - ચેલી છે, તે પૈવનવતી બાળા તપસ્યા કરે છે. મદન - આવું મહા કષ્ટ કરવાનું શું કારણ હશે ? વસંતકદેવ બોલ્યો–પ્રભુ ! તેનું કારણ સભળે. એક વખતે કઈ જ્ઞાની મુનિ તેના પિતાને ઘેર આહાર લેવા આવી ચડયા હતા. આહાર આપ્યા પછી તેના પિતાએ મુનિને વંદના કરી પુછયું, મહારાજ ! આ રતિ નામે મારી પુત્રી છે, તેને પતિ કોણ થશે, તે કૃપા કરી જણાવશો. મુનિએ કહ્યું, રાજન ! દ્વારકામાં કૃષ્ણવાસુદેવની સ્ત્રી રૂમિણીના ઉદરથી “મદન” નામે પુત્ર થશે. સર્વ લક્ષણથી સંપૂર્ણ અને સર્વ વિધાઓનો નિધાનરૂપ એ પુત્ર તારી દુહિતાને પતિ થશે. તે પોતે “વિપુલ” નામના વનમાં આવશે, તેનાં આવાં આવાં લક્ષણ છે, તે મુનિ એમ કહી ચાલ્યા ગયા. મુનિનાં વચન ઉપરથી એ “રતિ ”તે પતિને માટે આ વનમાં P.P. Ac. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust