________________ 120 અને ગાળ આપતી બ્રાહ્મણની પાસે આવી. ચિય વચ્ચે “અરે દુષ્ટ ! તેં વાપિકાનું જળ કેમ લીધું? એમ કહી તેઓએ તેના હાથમાંથી જળનું કમંડળ લઈ પૃથ્વી ઉપર ભાંગી નાખ્યું. તેમાંથી બધું જળ ઢોળાઈ ગયું. તે વખતે તે બ્રાહ્મણે કેપ કરી વિદ્યા વડે તે સ્થળે વાપિકાનું બધું જળ આકર્ષી લીધું તે જળ ત્યાં આવ્યું, અને ચાટામાં જળનો પ્રવાહ ચાલ્યો. જાણે સમુદ્ર કે, નદીનું પૂર હોય તેવે રે ખાવ થઇ રહ્ય, મુક્તાફળ, સુવર્ણ, રત્ન, જરીઆની વસ વિગેરે પદાર્થો દુકાનમાંથી તે પ્રવાહમાં તણાવા લાગ્યા, ઘર, દુકાન, વાહન, અને બીજા પદાર્થો તે પ્રવાહ માર્ગે નગરની વચ્ચે વહેવા લાગ્યા. આ દેખાવ જોઈ લેકે કહેવા લાગ્યા કે, શું આ કલ્પા તકાળ આવ્યો! અથવા સમુદ્ર ચલાયમાન તે નથી થ? પેલી વાપિકાની રક્ષક સ્ત્રીઓ વેગથી નાશી ગઈ. તે વખતે મદન અંતર્ધાન થઈ ગયા. ત્યાંથી મદન આગળ ચાલ્યા. કેટલેક દૂર જઈ નગરની મધ્યમાં તેણે એક યુવાન બ્રાહ્મણનું રૂપ લીધું. સવે જાતિનાં પુષ્પ લઇ ચાટામાં પુષ્પને હાર ગુંથત એક માળી તેના જવામાં આવ્યો. વિવિધ જાતનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust