________________ 181 કહ્યું–સારથિ ! મારો બધુ વર્ગ ક્ષય પામી ગયો, સભેટ મોટી સંખ્યામાં નાશ પામી ગયા છે, તે છતાં મારૂં દક્ષિણ નેત્ર કેમ ફરકે છે ? હવે શું શુભ થવાનું હશે ? સારથિ બોલ્યા–સ્વામી ! તમારૂં નેત્ર ફરકે છે, તે તમને શુભ ફળ મળવાનું. જરૂર તમે શત્રને વિજય કરી કીર્તિ સાથે દેવી રૂકિમણીને પ્રાપ્ત કરશે. હવે ખેદ કરો નહીં. આ પ્રમાણે મનમાં પ્રસન્ન થઈ કૃષ્ણ અને સારથિ વાત કરતા હતા, ત્યાં મદન પાસે આવ્યો. શત્રુને આડંબરવાળે જઈ કૃષ્ણ સ્નેહ ભરિત થઈ મનહર વચન બોલ્યા–અરે શનું ! મારું એક વચન સાંભળ. તું મારી સ્ત્રીને હરનાર અને મારા બધુઓને ઘાતક છું. તથાપિ તારી ઉપર મને અંતરંગ પ્રેમ આવે છે, તેનું શું કારણ હશે ? માટે તું મારી ગુણવતી સ્ત્રીને અર્પણ કર, અને ક્ષેમ કુશળતાથી પાછો જા. કૃષ્ણનાં આવાં વચન સાંભળી મદન બોલ્યો –હે સુભટોત્તમ ! આ સ્નેહ કરવાને અવસર નથી. હું તમારા બંધુઓનો હંતા છું, અને તમારી સ્ત્રીનો હસ્ત છું. મારી ઉપર તમારો સ્નેહ કેમ થાય ? ભદ્ર ! જે તમારામાં યુદ્ધ કરવાની શક્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust