________________ 245 પ્રભુને નમી, પિતપોતાને સ્થાને ચાલ્યા ગયા. સર્વ યાદ શ્રી નેમિપ્રભુને વંદના કરી, જૈન ધર્મમાં તત્પર થઇ દ્વારકા નગરીમાં આવ્યા. પ્રભુ વિહાર કરવાને રૈવતગિરિ ઉપરથી ઉતર્યા. જ્યાં જ્યાં પ્રભુ વિચરે, ત્યાં માર્ગે જિન ભકિતમાં તત્પર એવા વાસુકુમાર દેવતાઓ ઘાસ તથા કીડાને દૂર કરતા હતા, તે ઉપર મેઘકુમાર દેવતાઓ સુગંધી જલની . વૃષ્ટિ કરતા હતા, પ્રભુ જ્યાં જ્યાં પગલાં મુકતા ત્યાં ત્યાં દેવતાઓ સુવણનાં કમળ વિકુવને ધરતા, હતા, જ્યાં પ્રભુ વિચરતા હોય, ત્યાં ચારસો કેશ સુધી દુકાળ પડતું નથી, હિંસા થતી નહીં, અને . ટાહાઢ તથા તાપની પીડા રહેતી નહતી. જ્યાં પ્રભુ વિહાર કરે ત્યાં મુદ્ર ઉપદ્રવ થતા નથી. દેવતાઓ આગળ ચાલી જ વની કરતા હતા, તે ભૂમિ શાલિ વિગેરે ધાન્યના સમૂહવડે શોભાયમાન થતી, દિશા નિર્મળ થઈ જતી, અને સુગંધી પવન વાતે હતેદેવતાઓ ઈંદ્રની આજ્ઞાથી પ્રભુને વંદના કરવાને ભવિજનોને બોલાવતા હતા, પાપનો ક્ષય કરનારૂં, મિથ્યાત્વને ઉમૂલન કરવામાં દક્ષ, અને જિન ધર્મનું પ્રભાવક એવું ધર્મચક પ્રભુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust