________________ 243 પ્રભુ ! ધર્મ પ્રકાશો. ચિરકાળ થયા મિથ્યાત્વરૂપ તૃષ્ણાથી પીડિત એવા ભવ્યજનરૂપ ચાતક પક્ષીઓને તમે મેઘરૂપ થાઓ. પછી પ્રભુએ મેઘના જેવી ગંભીર વાણી વડે સપ્તભંગીએ યુક્ત, ચાર નિગરૂપ સારવાળી, દ્વાદશાંગીમય, ત્રણ રને અત્યંત અને તત્વના પ્રમાણવાળી દેશના આપી. તેમાં સંસારને નાશ કરનાર યતિ ધર્મ અને ગૃહસ્થના ધર્મનો વિવિધ પ્રકારને બોધ આપ્યો. તે પ્રકારનું ચારિત્ર, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અડાવીશ મૂલગુણ, બીજા અનેક ઉત્તર ગુણ અને છ આવશ્યક વિગેરેની પ્રભુએ વિવેચન સાથે વ્યાખ્યા કરી બતાવી. વિશેષમાં જણાવ્યું કે, ચારિત્રધારી મુનિ જે શ્રી જીત નિર્મળ ચારિત્રને પાળે છે તે, તે શાશ્વત એવા મોક્ષ સુખને પ્રાપ્ત થાય છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાત્રત–એ શ્રાવકોનાં વ્રત કહેવાય છે. સમ્યકત્વ અને શ્રાવકના આચાર ભવિપ્રાણીઓએ સર્વદા પાલન કરવા. ગ્રહસ્થના આઠ મૂળગુણ છે તે અવશ્ય ધારણ કરવા. અજાણ્યા પાત્રમાં ભોજન કરવું નહિ. અજાણ્યાં વન ફળ ભક્ષણ કરવાં નહિ, માખણ, કંદમૂળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust