________________ 241 છપન દિવસે કાલેકને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન તેમને ઉત્પન્ન થયું. તે વખતે ઈ દ્રોનાં આસન કંપાયમાન થયાં. આસનના કંપાવથી ઈંદ્રને જાણ થઈ કે, શ્રી નેમિ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. છે. સુંદર વિમાન ઉપર ચડી, દુંદુભિના નાદથી દિશાઓને પુરતા, દેવીઓને નૃત્ય કરાવતા અને પુષ્પ વૃષ્ટિ કરતા ઈ રૈવત ગિરિ ઉપર આવ્યા. ઈદ્રની આજ્ઞાથી દેવતાઓએ મનોહર સમવસરણ રચ્યું. તેમાં પૃથ્વીથી પાંચ હજાર દંડ પ્રમાણ વજમય ભૂમિકા સાથે વિસ્તારવાળી પ્રથમ પિઠીકા બાંધી. વીશ હજાર સપાનની શ્રેણીથી પૃથ્વી શેભવા લાગી. તેને રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ કલ્લા કરવામાં આવ્યા, આસપાસ પુષ્પ વાટિકા, અંદર સ્થંભની રચના, નાટય શાળા, તથા વેદિકા. ભવનથી શેભાયમાન કરવામાં આવ્યું, નિર્મળ અને સ્વચ્છ જળવાળા સરોવરથી તે વિરાજમાન હતું, ત્રણ પીડવાળું ઉત્તમ આસન મધ્યભાગે ગંઠવ્યું હતું, આઠ પ્રાતિહાર્ય અને બાર કોડાથી તે યુક્ત હતું, રત્નથી પ્રતિબદ્ધ એવી પૃથ્વી ઉપર ત્રણ સ્તૂપ કરવામાં આવ્યા હતા, મધ્ય ભાગે પ્રભુને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust