________________ ચાલ્યા ગયા. શ્રીનેમિપ્રભુ ત્રીજે દિવસે દ્વારકામાં આવ્યા, અને બ્રહ્મદત્તને ઘેર પારણું કર્યું. શ્રેષ્ઠ અન્ન વડે પ્રભુનું પારણું થતાં દેવતાઓએ ત્યાં પાંચ આશ્ચર્ય કર્યા. પછી પ્રભુ પાછા રૈવતગિરિ ઉપર આવ્યા. ત્યાં ધ્યાન ધરી પોતાના કર્મનો ક્ષય કરવા લાગ્યા. રાજકુમારી રાજીમતી દુઃખી થઈ પાછી ઘેર આવી. મન વડે નેમિપ્રભુનું ધ્યાન કરતી તે બાળાએ સંયમ લેવાનો નિશ્ચય કર્યો, તે સાંભળી પિન તાએ રામતીને કહ્યું, પુત્રી ! તું આવું ઉત્કટ દુ:ખ શામાટે ગ્રહણ કરે છે? હું તને બીજા રાજાને આપીશ. રાજીમતી બેલ્યાં– પિતાજી! આ શું બેલે છે? નેમિકુમાર વિના બીજા પુરૂષો મારે તમારા જેવા છે. પુત્રીનાં આવાં વચન સાંભળી પિતાને દુઃખ લાગ્યું, ત્યારથી રાજીમતી સર્વદા શ્રી નેમિનાથનું ધ્યાન કરતી ઘેર રહેવા લાગી, રૈવતગિરિ ઉપર શ્રી નેમિયોગી ધ્યાન ધરી રહેતા હતા. પરમાત્માના શુદ્ધ ધ્યાનથી અને ઉગ્ર તપસ્યાથી તેઓ ઘાતી કર્મનો ક્ષય કરી, ક્ષપક શ્રેણ ઉપર આરૂઢ થયા. જિન થાનના પ્રભાવથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak trust Jun Gun Aaradhak Trust A