________________ રહર કરતા હતા, ગ્રીષ્મકાળે રૈવતગિરિ ઉપર રહેલી તપેલી શિલાપર બેશી તાપ સહન કરી તપસ્યા કરતા હતા, મન, વચન અને કાયાની શુદ્ધિ કરી અતીચાર રહિત થઈ પ્રવર્તતા હતા, પ્રમાદ રહિત થઈ એ મહા મુનિ જિન સિદ્ધાંતના પાઠક અને સાધુઓની ભક્તિ કરતા હતા, વિનયથી વિભૂષિત એવા એ મહા યોગી ભક્તિથી દશ પ્રકારે ગુરૂ વર્ગની વૈયાવચ્ચે કરતા હતા, શ્રી જિનેંદ્રના વદનથી નીકળેલું, ઉ જ્વળ પદાક્ષરવાળું, દ્વાદશાંગ મૃત તેઓ પ્રમાદ રહિત અને ગુરૂ ભક્તિ સહિત થઈ ભણ્યા હતા, દયા અને ક્ષમાવડે યુક્ત હતા, બાહ્ય અને આલ્ય- 1 તર ગવડે તેઓ સર્વ સંગથી રહિત હતા, પિતાના શરીરના સંસ્કાર કરવામાં પણ આદર રહિત હતા, આર્ત, રૌદ્ર વિગેરે અશુભ ધ્યાનને ત્યાગ કરતા, અને ધમ્ય તથા શુકલાદિ શુભ ધ્યાનને યાતા હતા, રાત્રે કાયોત્સર્ગ કરી, મનને વશ કરતા, અને ઘણી વાર અખંડ મૌનવ્રત રાખતા હતા, એ મહા મુનિ પ્રદ્યુમ્ન મુનિ તર્જન, તાડન, અનાદર, કુત્સિત ભાષણ અને અશ્લીલ વચન વિગેરે કુચેષ્ટાથી સર્વથા દુર રહેતા હતા, અને મેરૂ પર્વતની જેમ નિશ્ચલ હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust