________________ 276 ધીર અને ગંભીર હતા, યશના નિધિરૂપ એવા તે મદન મુનિ દુસ્સહ તપ આચરી ચારિત્રને પાળતા હતા. એક વખતે તે પ્રદ્યુમ્ન મહા મુનિ શ્રી નેમિપ્રભુના ચરણથી પવિત્ર એવા રૈવતગિરિ ઉપર વિહાર કરતા આવ્યા. શુદ્ધ બુદ્ધિવાળા, પાપથી મુક્ત અને કર્મને ઘાત કરવામાં નિપુણ એવા તે મુનિ પિતાના દર્શનના સામર્થ્યથી પ્રકાશમાન હતા. ત્યાં એક આમ્રવૃક્ષની નીચે નિર્મળ અને જંતુ રહિત એવા શિલાતલ ઉપર તેઓ પર્યકાસન કરી બેઠા. મનનો અવરોધ કરી મેરૂની જેમ અચળ થઈ ધ્યાન કરવા લાગ્યા. ધર્મે યાનના બળથી મનને વશ કરી અને નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખી તેઓ રહ્યા હતા. અનુક્રમે તે ગીંદ્ર ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થવાના પ્રથમ માર્ગે પ્રવૃત્ત થયા. સવે ઈદ્રિયને રેધ કરી કર્મનો ક્ષય કરવા લાગ્યા. તે મહા મુનિએ અનુક્રમે અપૂર્વ તથા નિવૃત્તિ "નામના ચક્રને ભેદી ત્રણ પ્રકારની નિદ્રા, નરક અને તિર્યંચગતિ બે નીચ વેદ [ સ્ત્રી વેદ તથા નપુંસક * વેદ અને ધાદિ કષાયનો ક્ષય કરવા માંડે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust