________________ 282 હતા, સર્વ સુર અસુરે, નરેદ્રો અને ખેરે દ્રો તેમના ચરણમાં વંદના કરતા હતા, લેકના હૃદયમાં રહેલા મોહરૂપ અંધકારને દૂર કરી સ્વર્ગ તથા મેક્ષને આપનારા ધર્મને તે પ્રતિબોધ કરતા હતા. એક વખતે શ્રી નેમિપ્રભુ રૈવતગિરિ પર આવી સિદ્ધશિલા ઉપર પર્યકાસને રહી સર્વ કર્મ ખપાવી જરામરણથી વર્જિત એવા સિદ્ધિ પદને પ્રાપ્ત થયા. રૈવતગિરિનાં ત્રણ શિખર તેમનાથી પવિત્ર થયાં છે. તેઓમાં પહેલું શિખર અનિરૂદ્ધ કુમારથી પવિત્ર થયેલું છે. બીજું શાબમુનિથી અને ત્રીજું પ્રદ્યુમ્નમુનિથી પવિત્ર થયેલું છે. એવી રીતે એ ત્રણ ફૂલ શિખરે તેમના નામથી અંકિત થયેલાં છે, ત્યારથી એ રૈવતગિરિ સુર અસુરેને નમસ્કાર કરવા યોગ્ય સિદ્ધિક્ષેત્ર થયેલ છે. જેમાં જ્ઞાનથી વિભૂષિત એવા શ્રી નેમિનાથપ્રભુ તથા પ્રદ્યુમ્ન કુમાર વિગેરે મુનિઓ મુક્તિને પ્રાપ્ત થયા છે. ઇંદ્રાએ આવી ચંદનના કાષ્ટ વડે તેમનાં શરીરને દહન કર્યું અને શ્રદ્ધાથી તે ત્રણે શિખર ઉપર ઉત્સવ કર્યો. પછી પરમ વિભૂતિ સાથે ગીત નૃત્ય કરતા તેઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust