________________ ર૮૦ આ વૃત્તાંત સાંભળી બલદેવ વેગથી જ્યાં તે દ્વૈપાયન તાપસ પડ્યો હતો ત્યાં આવ્યા. તેણે શુદ્ધિ કરી મુનિના ચરણમાં વંદના કરી, અને કહ્યું કે, 'મહારાજ ! અમોએ જે કર્યું, તે ક્ષમા કરે. તમે યોગ, ક્ષમાશીલ, કૃપાળુ અને ધીર છો. મૂઢ હદચના બાળકેએ જે કર્યું, તે ક્ષમા કરે. મરણના અંત ઉપર આવેલા તે તાપસે આંગલીની ચેષ્ટાથી જણાવ્યું કે, બધી દ્વારકાનગરીમાં કૃષ્ણ અને બલદેવ બનેને છેડી બધાનો નાશ કરે છે. ક્રોધ વડે રાતાં નેત્રવાળાએ તાપસના હૃદયની દુષ્ટતા જાણ, કૃષ્ણ તથા બલદેવ ભય પામી નગરીમાં આવ્યા. સર્વ લેને જાહેર કર્યું છે, જેને જીવવું હોય, તેણે જ્યાં જીવાય ત્યાં ચાલ્યા જવું, અહિં રહેવાથી સર્વને નાશ થશે. આ વૃત્તાંત સાંભળી શાબ, સુભાનુ અને પ્રધુમ્નકુમાર અનિરૂદ્ધ તેઓ પિતાના ચરણ કમળમાં નમી રૈવતગિરિ ઉપર આવ્યા. ત્યાં નેમીપ્રભુનાં વચનથી વસ્ત્રાદિ પરગ્રહ છોડી દઈ લેચ કરી, વૈરાગ્ય વડે તેઓએ ઉજ્વલ ચારીત્ર ગ્રહણ કર્યું. પછી થયેલ દ્વારકાને નાશ, કૃષ્ણનું મરણ, અને બીજું જે ચરીત્ર તે બીજા પુસ્તકમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust