________________ 278 છે પ્રભુ પિતાના મુનિઓના સંઘાડાને લઈ વિશ્વમાં વિહાર કરવા લાગ્યા. આ અરસામાં નીચે પ્રમાણે એક બનાવ બન્યો. - દ્વીપાયન નામે યેગી બાર વર્ષની અવધિ ગઇ એટલે તેને દ્વારકા જેવાની ઈચ્છા થઈ. યાદવને પોતાના તરફથી ભય નથી એમ કહેવાને તે દ્વારકા તરફ આવ્યું. તે વખતે ગ્રીષ્મ ઋતુને સમય હતો. તેણે નગરીની બાહેર એક શિલા ઉપર પડાવ નાખ્યો. યાદવને પિતાનું તપ જણાવા તે ત્યાં તપ કરવા લાગ્યો. તે સમયે યાદવ પતિના શાંબ વિગેરે કુમારે પ્રાતઃકાળે રૈવતાચળ ઉપર રમવાને ગયા હતા. બરાબર મધ્યાન્હ કાળે પાછા વળતાં તેઓ ગ્રીષ્મના તાપથી અતિશે તૃષાતુર થયા. જલ શેધવાને તેઓ દશે દિશાઓમાં વનની અંદર ભમવા લાગ્યા. પૂર્વે રાજા કૃષ્ણની આજ્ઞાથી તે ગિરિના પ્રદેશમાં મધનાં પાત્રો છેડી દેવામાં આવ્યાં હતાં, તે વર્ષાકાળે મેઘના જળથી પવન એગે તણાઈને વિશેષ મધ એકઠું થયું હતું, ઉન્માદનું કારણરૂપ તે મને જલ ધારી તૃષાતુર એવા યાદવ કુમારેએ તેનું પાન કર્યું. ક્ષણવારમાં તેઓ રાતાં નેત્ર વાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust