________________ - 29 ઉન્મત્ત થઈ ગયા, વિવિધ ગીત ગાતા ચહ્ના તદ્દા બોલવા લાગ્યા, પૃથ્વી ઉપર પડતા મુકી આમ તેમ આલેટવા લાગ્યા, પરસ્પર ગાંડી ગાંડી વાત કરતા એક બીજાને ગાળો આપવા લાગ્યા. આવી આવી કુચેષ્ટાઓ કરતા તેઓ દ્વારકા તરફ ચાલ્યા. નગરીની નજિક આવતા પેલે પાયન શિલા ઉપર તપ કરતે જોવામાં આવ્યું. દેવ યુગે તે મુનિશ્વરને ઓળખી તેઓ પૂર્વના જૈન વાક્યને સ્મરણ કરી કપ પામ્યા. તેઓ બોલ્યા કે, શ્રી નેમિનાથ પ્રભુએ દ્વારકા નગરીનો નાશ કરનાર જે પુરૂષ કહ્યું હતું, - તે આ દ્વૈપાયન છે. આ દુરાચારી આપણું નગરીને હાનિ કરે નહિ, ત્યાં સુધીમાં આપણે તેને મારી નાખીએ. આવું વિચારી તેઓ રોષ કરી પાષાણ - તથા ઢેખલાના ઘા કરવા લાગ્યા. ક્ષણ વારમાં તેને ભૂમિ ઉપર પાડી નાખ્યો. તથાપિ તે મુનિએ જરા પણ ક્રોધ કર્યો નહિ. પછી નીચે પાડી તે ઉન્મત્ત, યાદવોએ તે તાપસના શરીર ઉપર લઘુ શંકા કરી. તે અશુચિ કરવાથી તે તાપસને ભયંકર રેષ ઉત્પન્ન થયો. તેના પ્રાણ કંઠે આવ્યા અને સર્વ કુમારે દ્વારકામાં પેશી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust