________________ 284 વિદ્યા પ્રાપ્ત કરી, જે મુક્તિને પ્રાપ્ત થય—એ પ્રધુમ્નકુમાર કામદેવ પણ મને સુખ આપો. કૃષ્ણ રાજાના પુત્ર અને પ્રધુમ્નકુમારના અનુજ બંધુ શાબકુમાર કે જે જ્ઞાન ગુણે યુક્ત થઈ રૈવતગિરિના શિખર ઉપર મુક્તિને પ્રાપ્ત થયા, તે મારાં પાપને દુર કરે. બહુ સ્વરૂપવાન, ગુણથી પ્રખ્યાત અને પરાક્રમી એવા પ્રદ્યુમ્નકુમારના પુત્ર અનિરૂદ્ધ મુનિ કે જેમણે રૈવતગિરિના શિખરને પ્રખ્યાત કરેલું છે, તે મને સુખ આપો. આ પ્રધુમ્નકુમારનું આનંદકારી ચરિત્ર જે બુદ્ધિમાન ભવિજન આદરથી સાંભળે, કહે અને ભણે, તે સિભાગ્ય, રાજ્ય, લક્ષ્મી, દેવતા તથા મનુષ્યની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે, અને આલોકનાં સુખ ભેગવી મુનિકુળમાં પૂજ્ય થઈ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામે છે. મેં શસ્ત્ર શાસ્ત્ર જાણ્યું નથી, કાવ્ય, અલંકાર છંદ કે તર્કશાસ્ત્ર હું જાણતો નથી, કીર્તિ, માન કે, વિદ્ધતા દર્શાવાની ખાતર મેં આ ચરિત્ર રચ્યું નથી, પણ પાપને દૂર કરવાને યથામતિ રચેલું છે, શુદ્ધ બુદ્ધિવાળા, શાસ્ત્રના પારને પામેલા, પરોપકાર કરવામાં કુશલ, પાપથી રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust