________________ રિ૭૭ સમ્યકત્વને નાશ કરનારા છે હાસ્યાદિ, સંજ્વલન અને સૂક્ષ્મ સંપરાય વિગેરેનો ત્યાગ કર્યો. છેવટે તે મુનિએ સમગ્ર ઘાતિ કમનો ક્ષય કરી કલેકને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તત્કાળ દિવ્ય છત્ર, બે ચામર અને દિવ્ય સિંહાસન દેવતાએ નિર્માણ કરેલાં પ્રગટ થયાં. તેમના કેવળજ્ઞાનને મહોત્સવ કરવાને દેવતાના પતિ ઈ ત્યાં આવ્યા. બીજા પણ બેચરપતિ, તિષ્ક દેવતાના ઈકો અને યાદવોના અગ્રેસર કૃષ્ણ બલદેવ વિગેરે પણ ત્યાં હાજર થયા. શાંબ પ્રમુખ કુમારે ભક્તિ સાથે વેગથી ગિરનાર પર્વત ઉપર આવ્યા. તેઓએ મદન મુનિને ઉત્તમ ભાવના વડે વંદના કરી. પંચાંગ પ્રણામ કરી તેઓ તેમની આગળ વિનયથી બેઠા. પ્રદ્યુમ્ન કેવળીના મુખની દેશના વાણી સાંભળવા લાગ્યા. ધર્મ દેશના સાંભળ્યા પછી સર્વ યાદવ પિતપતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રી મદનમુનિ વિદ્વાન મુનિઓના સમૂહ સાથે વિહાર કરતા " પલ્લવક' નામના દેશમાં ગયા. સાધી રુકિમણી શીલ ગુણથી સુશેભિત એવી પુત્ર વધૂ સહિત ગુરૂણીજી રાજીંમતીની સાથે પલ્લવ નામના દેશમાં આવ્યા. શ્રી નેમિનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust