________________ ર૭૩ વિહાર, શયન, સ્થાન, ભજન, વિલેકન, વિચાર, પડન, પાડન અને ઈષ્ટ સાધનમાં તેમની ચેષ્ટાઓ શુભ હતી, તેમના હૃદયમાં ઉત્તમ પ્રકારની કોમળતા હતી, પ્રતિ દિવસ મન, વચન અને શરીરની સ્થિતિના વિચાર કરતા હતા, તપસ્યા, આચાર અને સત્યનું જ સર્વદા અવલંબન કરતા હતા, શરીર ઉપર નિલભતા અને બ્રહ્મચર્યના સર્વોત્તમ પ્રભાવથી તે પ્રકાશિત હતા, ક્ષુધા, તૃષા વિગેરેના પરીષહ. સહન કરી ઈદ્રિયોનું દમન કરતા હતા, મદનના મહા વિકારને તે મદન મુનિએ વશ કરેલા હતા, - સંસારને ક્ષય કરવા માટે તેઓ મુનિના પવિત્ર ધર્મને પૂર્ણ રીતે આચરતા હતા, પૂર્વ રાજાઓએ નું સેવન કરેલા જે મુનિ અત્યારે સર્વ રાજ્ય લક્ષ્મીને = છોડી તપે લક્ષ્મીનો આશ્રય કરતા હતા, મની, થાની, ગુણ અને ઈદ્રોએ નમન કરેલા મદન મુનિ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા, વિધાધર અને રાજાઓના શરીરમાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના ભેગન તેઓએ તૃણની જેમ ત્યાગ કર્યો હતો, મુનિ વેષના ધારી એવા તે મુનિના કાંતિ, કીર્તિ, ક્ષમા, બુદ્ધિ અને દયા વિગેરે ગુણો ઉલ્લાસ પામતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - 35