________________ 260 કરી, અને પિતાના સર્વ પરિવારને વારંવાર ખમાવી, પ્રધુમ્નકુમાર શ્રી નેમિનાથના સમવસરણમાં પ્રવેશ કર્યો. તે સમવસરણ જતાં આવતાં સુર અસુરોના વિમાન વડે પરિપૂર્ણ હતું, તેમાં જઈ, પ્રધુમ્નકુમાર અંજલી જેડી આ પ્રમાણે બે જગત્પતિ પ્રભુ ! તમે ભવ્યજનને સંસાર સાગરના તારક છે. ભક્તની પીડાને નિવારનારા હે પ્રભુ ! મારી ઉપર કૃપા કરી મને સંસાર નાશિની દીક્ષા આપે. આ Tપ્રમાણે કહી સર્વ પરિગ્રહ છેડી પ્રદ્યુમ્નકુમારે પંચ મુષ્ટિ લોન્ચ કર્યો. પછી સાવધેયોગ છોડી દઈ ઘણા રાજાઓની સાથે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ભાનુકુમાર પણ વૈરાગ્ય રંગથી રંગિત થઈ ગયો. પિતાનાં માતાપિતા, સર્વ અંધજન અને સ્ત્રી પુત્ર સાથે રાજ્ય સમૃદ્ધિને છેડી દઈ તેણે દીક્ષા ગ્રહણ કરી, ભાનુકુમારે ચારિત્ર સ્વીકારતાં કૃષ્ણ વિગેરે સંબંધીઓ દુઃખી થયા. પછી સત્યભામા, રુકિમણી અને જાંબુવતી વિગેરે દેવીઓએ પ્રભુની પાસે રામતીની સમીપ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરી તે સર્વ સાધ્વીઓ પરમ વૈરાગ્ય સાથે ઉત્તમ તપસ્યા કરવા લાગી, પ્રદ્યુમ્ન મુનિ પણ ચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust