________________ 260 કનિ શબ્દ કેમ નીકળે છે? ગુણી વાર ! આ તારો સંયમ લેવાને વખત નથી, તું સ્વરૂપવાન, યુવાન અને ભેગને લાયક છે, પ્રભુએ જે કહ્યું, તે નિશ્ચયથી કોણ જાણે છે ? તે પ્રમાણ થાય કે ન થાય, તેમાં તું શા માટે ભય રાખે છે? તું વીર અને ધીર છું, તું યોદ્ધાઓમાં યોધ્ધા, મંત્રીઓમાં મંત્રી, ભેગીઓમાં ભેગી, સર્વ જીવમાં દયાળુ અને બંધુએમાં મોહવાન છું, તું વિદગ્ધ અને ચોગ્યાયેગ્યને જાણનાર છું, દિક્ષા ગ્રહણ કરવાનાં જે વચન તેં કહ્યાં, તે યુક્ત નથી. મેહને વશ થએલા અને જેમનાં મુખ કમળ ગ્લાનિ પામેલાં છે, એવા બંધુઓને જોઈ મદન આ પ્રમાણે બેભે– બંધુઓ ! કેવળી પ્રભુનાં વચન અન્યથા થતાં નથી, તેમાં જરાપણ શંકા કે ભ્રાંતિ રાખવી નહીં. આ પૃથ્વી ઉપર મારે કઈને ભય નથી, પૂર્વનાં કર્મ શિવાય પ્રાણીઓને કાંઇ પણ થઈ શકતું નથી, મારે કઈ સ્વજન કે બંધુ નથી, તે મજ કઈ દુર્જન કે શત્રુ નથી, કોઈ મને આપવાને કે લઈ લેવાને સમર્થ નથી, આ જીવ અનાદિ અને અંત રહિત છે, આ સંસારમાં કોઈ પણ સાર નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust