________________ 214 દોરાય છે, તેમ સ્વજનનો સમાગમ વિધિથી પ્રેરાએલે તેની સાથે દેરાય છે. જેમ મેઘને સમૂહ પવનથી આકાશમાં ભમી નાશ પામે છે, તેમ સં. પત્તિ તથા પુત્રાદિ પરિવાર કર્મ યોગે મળે છે, અને પાછો નાશ પામી જાય છે. આ દશ્યમાન સર્વ વિશ્વના પદાર્થો નાશવંત છે, સુખ દુઃખથી આકાંત છે, અને વિષય વિષના જેવા છે, સંસારમાં જે કંઈ પણ સારી હોય તે, શ્રી ત્રકષભ વિગેરે મહા પુરૂષ વિષયનો ત્યાગ કેમ કરે? જે સ્વજનની સંગતિ નિત્ય રહેવાની હોય તે, ભરતચકી વિગેરે તપસ્યા કરવામાં તત્પર કેમ થાય ? " આ સંસારનું અસાર વૃત્તાંત જાણી શાશ્વત સુખને વિષે યત્ન કર, તે ઉત્તમ છે, સંયમના માર્ગ ચાલવાને તત્પર થયેલા અને કૃત્રિમ સુખમાં વિરક્ત થયેલા એવા તને હું વારવા ઇચ્છતી નથી. વત્સ ! હું પણ હવે સ્નેહ છોડીને વતની અંદર પ્રવેશ કરીશ. જે વ્રતનું આચરણ આ સંસારરૂ૫ સમુદ્રને તારવાને નાવ સમાન છે. આટલા વખત સુધી હું ગૃહ સુખમાં પડી રહી, તેનું કારણ તારે મેહજ હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust