________________ 292 પ્રદ્યુમ્નકુમાર માતાનું મંદિર આવ્યા. માતાના ચરણ કમળમાં પ્રણામ કરી, પ્રદ્યુમ્નકુમાર આ પ્રમાણે બોલ્યો– માતા ! બાલ્ય વયથી આરંભી તમે મારાં હિતકારી છે, તથાપિ મેં તમને દુઃખ આપ્યું છે, તે ક્ષમા કરશો. હું તમારે બાળક છું. પૂજ્ય જને પ્રસાદ કરી, ક્ષમા કરવી જોઈએ. હવે હું સંસારમાંથી મુકત થવા ઇચ્છું છું. સર્વ કમરૂપ ઘાસને બાળવામાં દાવાનળ સમાન, શીલરૂપ રત્નના સમુદ્રરૂપ અને પૂર્વ પુરૂષોએ આશ્રિત કરેલા મુનિ વ્રતનો હું આશ્રય કરું છું, તેમાં મને સહાય આ પિ, કાંઈ પણ કહેશે નહીં. પ્રધુમ્નકુમારનાં આવાં વચન સાંભળી માતાને અતિ દુખે થઈ આવ્યું. તત્કાળ મૂછ પામી, તે પૃથ્વી ઉપર પડી ગયાં. છેદાએલી લતાના જેવી તેમની સ્થિતિ થઈ ગઈ. કાંતિ રહિત એવા તે માતા ક્ષણવારે સાવધાન થઈ આ પ્રમાણે બેલ્યાં-૫ત્ર ! આ શું બોલે છે ? આ વિચાર કર યુત નથી. માતાને દુઃખી કરી ચાલ્યા જવું, એ તારા જેવા માતૃ ભક્ત પુત્રને ઘટે નહીં. વત્સ ! તું ધમ થઈ તારી માતાને કેમ દુઃખી કરે છે ? માતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust