________________ બેસી ગયાઆસન કંપવાથી આ વૃત્તાંત જાણી ઈંદ્રોએ ત્યાં આવી ભક્તિ વડે મહોત્સવ કર્યો. શ્રીખંડ ચંદનના વિલેપનથી અને કલ વૃક્ષના પુષ્પોથી પ્રભુની પૂજા કરવામાં આવતી હતી. દિવ્ય આભૂષણ ધારણ કરાવી એ પ્રભુની સ્તુતી કરી, તે પછી એક સુંદર શિબિકા ઉપર પ્રભુને પધરા વ્યા. સાત પગલાં સુધી તે શિબિકાને રાજાઓએ વહન કરી, પછી દેવતાઓએ વહન કરવા માંડી. પ્રભુને શિબિકા વડે રૈવતગિરિ ઉપર લઈ જવામાં આવ્યા. દ્વારકાના લેકે પ્રભુની પાછળ દોડતા હતા, આ વૃત્તાંત સાંભળી રાજકુમારી રાજીમતી વિવિધ આઠંદ કરતી પ્રભુની પાછળ દોડતી આવી.. - શ્રી જીનભગવંત રૈવતાચળમાં આવી બધે સ્થળે જોઈ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં સાહસ કરી નેમિપ્રભુએ " નમ: સિક્સિએમ કહી આભૂષણાદિ છોડી પંચમુષ્ટિ લોચ કર્યો. જિતેંદ્ર હતા તે મુનિંદ્ર થયા. સુર અસુરો સ્તુતિ કરવા લાગ્યા, હજારો રાજાઓની સાથે ધ્યાન ધરી યોગી થયા, ઈદ્ર પ્રભુના નખ તથા કેશ લઈ ક્ષીરસાગરમાં નાખ્યા, ત્રીજું કલ્યાણક કરી ઈદ્રો પિતાના સ્થાન પ્રત્યે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust