________________ 237 વસુદેવ, બલરામ, ભેજગ રાજાઓ, મન અને ભાનુમાર જેમાં અગ્રેસર છે, એવા ઘણા રાજાઓ નેમિકુમારની જાન સાથે ચાલ્યા. યાચકોને અગણિત દાન આપતા જીનરાજ તરણે આવ્યા. રાજકુમારી રાજીમતી સખીઓની સાથે મેહેલના ગેખ ઉપર બેસી નવરને નીરખતી હતી. જેની ઉપર છત્ર, અને બંને બાજુ ચામર વીંજાય છે, એવા સુંદર વરને આવતા જોઈ, રાજીમતી હર્ષ પામતી હતી. પ્રભુ આવતા હતા, તે માર્ગે વામ તરફ પશુઓને દીનસ્વર લેકોના સમૂહની સાથે સાંભળવામાં આવ્યા, તે વખતે ઉગ્રસેનના મંદિરમાંથી મંગલ કુંભ લઈ, કેટલીએક રમણીઓ ગીત ગાતી સામી આવતી હતી. પશુઓ વિગેરે જીવના શબ્દ સાંભળી દયાળુ પ્રભુએ આમતેમ જોઈ, સારથિને પુછ્યું, સારથિ ! રાજાએ આટલા બધા જીવનો સમૂહ શામાટે એકઠો કર્યો છે, તે તપાસ કરી મને નિવેદન કર, સારથિએ કહ્યું, સ્વામી ! તમારે માટે અને વિવાહને અર્થે આ જીવરાશિ એકઠો કરેલો છે. આજ રાત્રે કૃષ્ણ પ્રમુખ યાદવોના સત્કાર માટે એ પશુઓનો ઉપયોગ થશે. સારથિનાં વચન સાંભળી નેમિનાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust