________________ તેરણા અને મંડપ ઉભા કરવામાં આવ્યા. જ્યાં ઉત્સવ ન હોય, તેવું એકે ઘર જોવામાં આવતું ન હતું. સ્ત્રીઓએ મદન, સ્નાન તથા પીઠી ચોળી પ્રભુને મંગળ શૃંગાર ધારણ કરવા માંડયો. એક તર૪ ઉગ્રસેનને ઘેર પણ વિવાહોત્સવની તૈયારી થવા લાગી. તેણે અનેક દેશમાંથી સ્વજનોને વિન વાહ ઉપર બેલાગ્યા, જેમાં નેમિકુમાર જેવા વર અને રાજિમતી જેવી કન્યા હોય, તે ઉત્સવની શી વાત કરવી ? સમુદ્રવિજયને ઘેર યાદવ સંબંધીઓ ઉત્સવમાં ભાગ લેવાને આવ્યા, યાદવોની સ્ત્રીઓ ગીત ગાતા ગાતી એકઠી થઈ નેમિકુમારની જાન તૈયાર થઈ, શિવા, દેવકી, રોહિણી, સત્યભામા, અને રુકિમણી વિગેરે રાણીઓ મંગલ કરવા આવી, માંગલ્ય વેષ ધારણ કરી, શિવાદેવી રમણ દીપક લઈ ઉત્સવ સાથે આગળ ચાલ્યાં, નેમિકમાર વર વેષ ધારણ કરી રથ ઉપર બેઠા, આગળ સ્વજન વર્ગ, અને પાછળ રમણ વર્ગ શ્રેણિબંધ માંગલ્ય સાથે ચાલવા લાગ્યો, વાજિંત્રોના જોષથી. બંદિજનન * જય ધ્વનિથી, અને સુવાસિનીના ગીતથી સર્વ સ્વબે મહાન કલાહલ થઈ રહ્યા, રાજા સમુદ્રવિજય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust