________________ 249 ત્યાં સમવસરણ રચ્યું. સર્વજ્ઞ પ્રભુના ખબર સાંભળી કૃષ્ણ બંધુ પ્રેમથી આઘોષણા કરાવી, સર્વને લઈ પ્રભુને વાંદવા આવ્યા, કામ, શાબ, ભાનુકુમાર, વિગેરે યાદવે અને સત્યભામા વિગેરે યાદવની સ્ત્રીઓ પોતપોતાના વાહનની સાથે ત્યાં જવા ચાલ્યાં. તેમના પ્રયાણ વખતે ગજેન્દ્રોના મદથી ભૂમિ કાદવવાળી થઈ ગઈ હતી, અને અસ્થાની ખરીઓમાંથી ; ઉડેલી જ દિશાઓમાં પ્રસરતી હતી. જાણે તડકાનું પાન કરતું હોય, તેમ છત્રોથી સર્વ વિશ્વ છવાઈ રહ્યું હતું, ચામરેથી દશ દિશાઓ વ્યાપ્ત થઈ હતી, બંદિઓના સમૂહથી અને દિલના યુથથી પૃથ્વી ભરપૂર થઈ રહી હતી, ત્રિખંડના અધિપતિ કૃષ્ણ લક્ષ્મીથી ત્રણ જગતને તૃણવત્ ગણતા રૈવતગિરિની પાસે આવ્યા, એ પર્વત દૂરથી જોવામાં આવ્યો. ઉન્મત્ત એવા કેકિલ પક્ષીઓના શબ્દથી જાણે આલાપ કરતો હોય, અને ફલથી નમ્ર એવાં વૃક્ષથી જાણે નમતો હોય, તે તે દેખાતું હતું. તેની ઉપર આવેલાં વાદલમાં સૂર્યના ઘોડા વિશ્રાંત થતા હતા, તેના શિખરમાંથી ઝરણાના પ્રવાહ મધુર ધ્વનિ સાથે પડતા હતા, તે વંશથી ઉન્નત, સૌમ્ય, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust