________________ 254 શ્રી જિન વચનથી સંતુષ્ટ થયેલા સર્વ દેવતાઓ અને મનુષ્ય સમ્યકત્વને પ્રાપ્ત થયા. કૃષ્ણ વાસુદેવે સારરૂપ જ્ઞાન ગ્રહણ કર્યું. કૃષ્ણ કર્ણરૂપ અંજલિવડે પ્રભુનાં વચનામૃતને સાંભળી અત્યંત હર્ષ પામ્યા. તે સમયે બલભદ્ર ભગવંતને વિનયથી પુછયું કે, પ્રભુ ! જે જન્મે તેનું અવશ્ય મૃત્યુ થવાનું છે, તે આ દ્વારકા નગરીનો અને કૃષ્ણ વાસુદેવનો નાશ કયારે થશે ? પ્રભુ બેલ્યા–આજથી બાર વર્ષે વૈપાયનના કોપથી દ્વારકાને નાશ થશે, અને મૃમચાના વ્યસની એવા જરાકુમારથી કૃષ્ણને ઘાત થશે. પ્રભુનાં આ વચન સાંભળી સર્વે ભયાતુર થઈ ગયા. કેટલાએક ભય પામી. દ્વારકા છોડી બીજે સ્થળે ચાલ્યા ગયા, અને કેટલાક વૈરાગ્ય પામી સર્વ પ્રભુની શરણે આવ્યા. દ્વૈપાયને આ ખબર સાંભળ્યા, એટલે તે સર્વજ્ઞનું વચન મિથ્યા કરવાને વૈરાગ્ય પામી, સત્વર વિદેશમાં ચાલ્યો ગયો. જરાકુમારે પણ એ વૃત્તાંત જણી વિચાર્યું કે, જેના ચરણ કમળમાં અનેક સE મંત રાજાઓ આવી નમે છે, એવા કૃણ વાસુદેવનું મૃત્યુ મારાથી થાય તે કેવો જુલમ ? આવું વિચારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust