________________ 250 બહુ સત્વવાળે અને અનેક પત્રથી યુક્ત હતો. આવા રૈવતગિરિની ઉપર કૃષ્ણ આવી પહોંચ્યા. છત્ર ચામર વિગેરે રાજ ચિન્હો દૂર મુકી કેટલાએક સંબંધી તથા સામંત રાજાઓને સાથે લઈ કૃષ્ણ વિનીત થઈ, સમવસરણમાં આવ્યા. સર્વ દિવ્ય સામગ્રીથી સુશોભિત અને વિવિધ પરિષદથી પૂર્ણ એવા સમવસરણમાં ત્રણ છત્રથી યુક્ત અને ઉજ્વલ ચામરેથી વીંજાતા એવા શ્રી નેમિપ્રભુ સિંહાસન ઉપર બેઠેલા જોવામાં આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, કૃષ્ણવાસુદેવ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા પ્રભુ ! તમે ત્રણ જગતના અધિપતિ છે, તૃષ્ણથી રહિત, અને ક્ષમા, લક્ષ્મી, ધૃતિ તથા કીર્તિથી વિભૂષિત છે. ખેચર અને ભુચર પ્રાણીઓ ભક્તિથી ચરણ કમલમાં નમન કરી, તમારી સર્વદા સ્વતિ કરે છે. હે નાથ ! શક્તિ વગરના અમે તમારી સ્તુતિ કેવી રીતે કરી શકીએ ? તથાપિ સ્વાર્થ સિદ્ધિ માટે તમારી સ્તુતિ કરતાં અમને લજજા આવતી નથી. હે ભગવંત ! તમે સંસારનું બંધન છેડી, નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત થયા છે. રામતી જેવી સુંદર સ્ત્રી અને રાજ્ય તમે દૂરથી છોડી દીધાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust