________________ 235 ત્યાં શ્રી નેમિનાથને તેમ કરતાં જોયા. કૃષ્ણ બેલ્યા– જનેશ્વર ! એક સ્ત્રીના વચનથી તમે આ શું કરવા માંડ્યું ? બેડા થાઓ, અને કેપ છેડી ઘો. એમ કહી પ્રભુને શાંત કર્યા. - પછી કૃષ્ણ નેમિકુમારની માતા શિવદેવીને મંદિર આવ્યા. કૃષ્ણ વિનયથી નમસ્કાર કરી કહ્યું, માતા ! નેમિકુમાર વનવાળા થયા, તે છતાં તમે તેમને વિવાહ કેમ કરતાં નથી ? તેનું શું કારણ છે? શિવાદેવી બોલ્યાં– કૃષ્ણ! તમે આપણે કુળના પ્રધાન પુરૂષ છે. તેમાં અમને શું પુછો છો? તે તે તમારૂં જ કર્તવ્ય છે. પછી કૃષ્ણ પિતાને ઘેર આવ્યા, બલદેવની સાથે વિચાર કરી, કૃષ્ણ ઉગ્રસેનની પાસે કન્યાનું માગું કર્યું. પછી નેમિકુમારને કૃષ્ણ પિતાના મંદિરમાં તેડી ગયા. તેમને આદરથી જમાડી સંતુષ્ટ કર્યા. એવું કપટ કરી, કૃષ્ણ નેમિકુમારનો વિવાહોત્સવ કરવા માંડ્યો. કૃષ્ણના બેલાવવાથી સર્વ યાદવ અને ભેજગે પિતાની સ્ત્રીઓને લઈ દ્વારકામાં કૃષ્ણના દરબારમાં આવ્યા. યાદવોની સ્ત્રીઓ સ્થાને સ્થાને નૃત્ય કરવા લાગી, અને વાજિગાના સમૂહ વાગવા માંડ્યા. ઘેર ઘેર વિચિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust