________________ 246 આગળ ચાલતું હતું. આ પ્રમાણે પ્રભુ સમગ્ર પૃથ્વી ઉપર વિહાર કરે છે. મારવાડ, તૈલંગ, કર્ણાટક દ્રાવિડ, અંગદેશ, બંગાલા, કલિંગ, મગધ દેશ, કનેજ, કેકણ, સૈારાષ્ટ્ર, માલવ, ગુજરાત અને પત્ર ચાલદેશમાં વિચારી ભવિજનને બંધ આપી ભદિલ” નામના નગરમાં આવ્યા. ત્યાં અલકાના ગૃહમાં વસુદેવના શરીરથી ઉત્પન્ન થયેલાં ત્રણ જોડલાં દેવતાઓએ મુકેલાં હતાં. તેઓ રાજાને ઘેર આવી, એક એક બત્રીશ સ્ત્રીઓને પરણ્યા હતા. ત્યાં આ વેલા પ્રભુના મુખથી બેધ સાંભળી તે છ ભ્રાતાઓએ પરમ વૈરાગ્યને પ્રાપ્ત કરી, દીક્ષા ગ્રહણ કરી. તે બંધુઓ પઠન, પાઠન, ધ્યાન, યોગ તેમજ પોષધાદિત્રત સાથે આચરતા હતા, અને પારણું પણ સાથેજ કરતા હતા. એમને બેધ આપી, પ્રભુ પાછા રૈવતગિરિ ઉપર આવ્યા, ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુને આવેલા સાંભળી કૃષ્ણ પ્રમુખ દ્વારકાના લકે તથા સત્યભામા વિગેરે સ્ત્રીઓ ત્યાં વાંદવાને આવ્યાં. ભક્તિથી પ્રભુને પ્રણામ કરી, તેઓ યોગ્ય આસને બેઠા. પ્રભુએ પ્રીતિથી તેમને ધર્મદેશના આપી, તે સાંભળી તેઓ પરમ તૃપ્તિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust