________________ દ્વિદલ, અનંતકાય ધાન્યને ત્યાગ કરવો. બોળ અથાણાં અને છાશ તે બે દિવસનાં છોડી દેવાં. ચર્મના પાત્રમાં રહેલ ઘી, તેલ અને જળ માંસની બરાબર છે. તેને વિવેકી શ્રાવકોએ ગ્રહણ કરવું નહીં. દરેક પ્રવાહી પદાર્થ ગળીને લેવા. જાણેલા ફળાદિ તથા જે પ્રાસુક હોય તે ગ્રહણ કરવા. મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરે. સાત વ્યસન તથા રાત્રિભેજનને છોડી દેવાં. કુદેવ, કુશાસ્ત્ર, કુગુરૂ અને કુધર્મ તે મનવડે પણ ચિંતવવા નહિ. તેઓ સંસારને વધારનારા છે. દેવપૂજા વિગેરે ષ આવશ્યક - કર્મ પ્રતિદીન કરવાં. તે ત્રણ લેકમાં દુર્લભ છે. આ પ્રમાણે શ્રી જીનભગવંતે કહેલા ધર્મને સાંભળી સર્વને પરમ સંતોષ થયો. પછી પ્રભુને ન મી, વાજિંત્રોના નાદ સાથે તેઓએ જય દવનિ કયા. કેટલાએક દીક્ષાને પ્રાપ્ત થયા, કેઈએ જિને પૂજાનો નિયમ ગ્રહણ કયી, કોઈ માન વ્રતને પ્રાપ્ત થયા, કોઈ સમ્યકત્વ, કેઈ અણુવ્રત અને શ્રાવક વ્રતને પ્રાપ્ત થયા. ભવિજનોએ પોતાના ભાવ પ્રમાછે અનેક નિયમ ગ્રહણ કર્યો, પછી પરમ બેધને પ્રાપ્ત કરી, કેટી ગમે સુર, અસુર અને મનુષ્ય Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust