________________ 232 રાજ્ય લેશે કે નહિ ? નિમિત્તિએ વિચારીને કહ્યું કે, કૃષ્ણ ભય રાખશે નહિ. તમારા બંધુ નેમિનાથ સંયમનું રાજ્ય કરશે. જીવ હિંસામય આ રાજ્ય તથા પરિવારને ત્યાગ કરી, એ મહાત્મા રૈવતગિરિ ઉપર જઈ નિર્વાણ પામશે. નૈમિત્તિકનાં આવાં વચન સાંભળી કૃષ્ણ તથા બલદેવ જરા નિશ્ચિત થયા. એ અરસામાં વસંતઋતુ આવી, આમ્રવૃક્ષને અભિનવ મંજરી પ્રાપ્ત થઈ, કેડિલા મધુર આલાપ કરવા લાગી. આ વખતે નેમિકુમાર વૈરાગ્ય પામી શાંત થઈ, પિતાના મંદિરમાં બેઠા હતા. કૃષ્ણ વસંતમાં ગોપિકાઓની સાથે વનમાં જવા ઉત્સુક થયા. તેણે પિતાની સ્ત્રીઓને સંકેતથી સુચવ્યું કે, તમે જઈ નેમિકુમારને વનમાં તેડી લાવો. હું વનમાં જાઉં છું. પછી કૃષ્ણ ગજેંદ્ર ઉપર ચડી વનમાં કીડા કરવાને ગયા. રૂકિમણી, સત્યભામા અને જાંબૂવતી વિગેરે કૃષ્ણની રાણીઓ શૃંગાર ધરી નેમિકુમારની પાસે આવી, અને આ પ્રમાણે બેલી– જિનાધીશ ! બેઠા થાઓ. આપણે વસંત રમવાને વનમાં જઈએ. તમારા બંધુ અગાઉથી ગયા છે. નેમિકુમાર બોલ્યા- ભ્રાતૃ પત્ની ! તમે જાઓ, મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust