________________ 203 નથી. મદન બોલ્યો–માતા ! શંકા રાખે નહીં. હું તમને સત્યભામાને રૂપે બનાવી દઉં, અને કૃષ્ણને તમારી પાસે મોકલું. તે સાંભળી રૂકિમણીને ખાત્રી થઈ. તેણે હાસ્ય કરી કહ્યું–પુત્ર ! તારા, T વિચારથી હું સંતુષ્ટ થઈ છું. મારે તે તારા જે પુત્ર છે એટલે બસ છે. બીજા પુત્રની ઈચ્છા નથી. સૂર્યની આગળ બીજા પ્રકાશી પદાર્થની શી જરૂર છે ? વત્સ ! જો તું મારો આજ્ઞાંકિત પુત્ર છે તે, મારા કહેવા પ્રમાણે કર, મારે જાંબુવતી નામે એક બીજી પત્ની છે, તે મને ઘણી પ્રિય છે. તેના - ઉદરમાં એ પુત્રનો અવતાર થાય તેમ કર. તે સ્ત્રીની: સાથે કૃષ્ણને વિરોધ છે, એથી તે સ્ત્રી દુખી છે. ઉત્તમ પુરૂષોની વિભૂતિ પરોપકાર માટે હોય છે. જો કેઈ ઉપાયે બને છે, તેનું દુઃખ નિવારણ કર, મદને માતાનું વચન માન્ય કર્યું. પછી તરતજ રેકિમણીને નમી જાંબુવતીને ઘેર ગયો. ત્યાં તેણે એકાંતે જાંબૂવતીને આ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી જાંબૂવતીએ કહ્યું-વત્સ ! કૃષ્ણની સાથે મારે વિરોધ છે, તે કૃષ્ણથી મારે પુત્રને સંભવ કેવી રીતે થાય ? પછી મદને પોતાની વિદ્યા શક્તિનું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust