________________ 201 (સાંભળી તે દેવતા હર્ષ પામ્યા. પછી તે પ્રભુને ભક્તિથી વંદના કરી, ત્યાંથી નીકળી દ્વારકામાં આવ્યો. કૃષ્ણવાસુદેવની સભામાં આવી કૃષ્ણને પ્રણામ કરી તે દેવતા બોલ્ય–વાસુદેવ ! સાવધાન થઈ મારું વાક્ય સાંભળે. અલ્પ સમયમાં હું તમારે પુત્ર થવાનો છું. હું પણ મદનના જે સર્વને વલ્લભ અને સ્ત્રીઓના હૃદયને ચોરનારો થઇશ. અમુક દિવસે તમારે સ્ત્રીની સાથે રહેવું. એમ કહી તેણે મણિથી પ્રકાશિત અને તેજથી પ્રદીપ્યમાન કેટી સૂર્યના જે એક હાર આપ્યો અને કહ્યું, કૃષ્ણવાસુદેવ ! આ સંદર હાર તમારે મારી માતાને શુભ મુહુર્ત આપો. આ હાર બીજા જનને દુર્લભ છે. આ પ્રમાણે કહી તે દેવતા પિતાના વિમાન પ્રત્યે ચાલ્યો ગયો. તેના જવા પછી કૃષ્ણ હર્ષથી ચિંતવ્યું કે, આ દેવતા મદનને અનુજબંધુ થશે, પણ તેને કઈ સ્ત્રીમાં હું અવતાર આપું ? એમ વિચાજેતા કૃષ્ણને સુર્યું કે મદનની સાથે સત્યભામાને દ્વિષ છે, તેથી આ દેવતાને સત્યભામાના ઉદરમાં ઉતારું, કે જેથી તેમને અત્યંત પ્રીતિ થાય. આવું ચિતવી કણે તે વાતનો નિશ્ચય કર્યો. આ વિચાર P.P.S. Guhratnasuri M.S. Jun Gun Aaradhak Trust