________________ 219 - બેસારી અહીં રહ્યા હતા. રાતે સર્વ લેક નિદ્રામાં સુઈ ગયા હતા, તે વખતે મને મારું મશાળ સાંભરી આવ્યું. તે વિચારમાં મને નિદ્રા ચાલી ગઈ. જ્યારે રાત્રિને છેલ્લો પહાર થયે, એટલે નિદ્રા લેવાને હું પાલખીમાંથી ઉતરી નીચે સુઈ ગઈ, ત્યાં મને નિદ્રા આવી ગઈ. તે પછી મારા પિતા ઉઠી, સર્વ સૈન્યને લઈ અજ્ઞાનતાથી ખાલી પાલખી ઉપડાવી, મને આ નિર્જન વનમાં સુતી મુકીને ચાલ્યા ગયા. માતા ! હવે હું કયાં જઉં ? કયે માર્ગે ચાલું ? એમ ચિંતવતી અહીં ભકું છું. વળી હજુ સુધી હું કુમારી છે. આ બાળાને સુંદર રૂપવાળી જેઈ સત્યભામાં તેની સમીપ આવી બેઠાં, અને મધુર સ્વરે બોલ્યાનિર્દોષ બાળા ! તું જે મારા કુમાર સુભાનુની સાથે પરણે, તે હું તને મારા મંદિરમાં તેડી જાઉં, અને તારી બહુ ભકિત કરૂં. કન્યા શરમાઈને બોલી માતાજી. મારા પિતા અને બીજે ઠેકાણે તે આપશેજ. માટે તમારૂં ઘર યોગ્ય છે. તમે દ્વારકા ધીશનાં પટરાણી છે. તમારા પુત્રની સાથે વિવાહ કરવામાં શું દોષ છે ? રાજકન્યાનાં આવાં વચન સાંભળી સત્યભામા તેને પિતાનું મંદિર લઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jurt Gun Aaradhak Trust