________________ 221 માનવતી સ્ત્રીઓના માનનું ખંડન થતું હતું. આ મધુર ગીત સાંભળી સુભાનુનું હૃદય કામદેવના - બાણથી વીંધાઈ ગયું, સુભાનુ મોહથી મૂછા પામી ગયે, તેના હૃદયમાં વિરહાનલ પ્રગટ થયો. આ ખબર તેના મિત્રોએ સત્યભામાને જણાવી. પુત્રને થચેલ આ મહમૂછાનું કારણ પણ તેના જાણવામાં આવી ગયું. ચિત્તમાં ચિરકાળ વિચાર કરી, સત્યભામાએ પોતાના મંત્રીઓને કહ્યું કે, તમે કપટ કરી, કન્યાનું માગું કરવા બહાર જાઓ, અને કઈ ન જાણે તેમ સત્વર પાછા આવે. પછી મંત્રીઓ બહાર જઈ, પાછા ગુપ્ત રીતે આવ્યા. લોકોમાં જાણે થઈ કે, સત્યભામાના પુત્ર સુભાનુનો વિવાહ થાય છે. સત્યભામાં ગુપ્ત રીતે તે કન્યાને નગરની બહાર મુકી આવી. પછી પોતે ગજેંદ્ર ઉપર ચડી મહોત્સવ સાથે નગરના ટામાં ફેરવી, કન્યાને પતાને ઘેર લાવી. તેને ઘરની અંદર મંડપમાં બેસારી, લગ્નને રામય થયો, એટલે સુભાનુકુમાર તરણે આવે. પરિજનોએ તેની મંગલ ક્રિયા કરી. જ્યારે પાણિગ્રહણનો સમય થયો, એટલે તે શાંબકુમારે કન્યાનું રૂપ છેડીને એક વાઘનું રૂપ વિકવ્યું. તે P.P. Ac. Gunratnasuri M.S." Jun Gun Aaradhak Trust