________________ . 198 - 198 મુનિને સર્વ કાર્ય સિદ્ધ થવાથી સંતોષ થયો. પછી નારદમુનિ સર્વની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. મદન સુંદર સ્ત્રીઓના મુખરૂપ કમળમાં ભ્રમર સમાન થઈ રાજ વૈભવ ભેગવવા લાગે. - ઇર્ષાથી દગ્ધ થયેલ સત્યભામાં મદનનું આગમન અને તેને વિવાહ જોઈ અતિ દુઃખી થઈ હતી, તેના હૃદયમાં અતિષે ખેદ થતો હતો. તેણીએ પણ સર્વ લક્ષણવાળી રાજકન્યાની માગણી કરી ભાનુ, મારને વિવાહ કર્યો હતે. ભાનુકુમાર પણ વૈભવ સુખ ભેગવવા લાગ્યો. કૃષ્ણનું રાજકુટુંબ સ્વસ્થ. થઈ વત્તવા લાગ્યું. સર્વ પૃથ્વી ઉપર પ્રઘનની કથા. પ્રવર્તે. દ્વારકામાં શેરીએ શેરીએ અને ઘેર ઘેર પ્રદ્યુમ્નની જ ચર્ચા થવા લાગી. બલવાન અને પિતાના ધાર્મિક પુણ્યના પ્રભાવથી સર્વ વાંછિત. પ્રાપ્ત કર્યા. મનુષ્ય સ્વજનને સમાગમ, વાંછિત, અર્થ અને દેવતાને ભેગવવા યોગ્ય એવાં સુખ જે મેળવે છે, તે પુણ્યરૂપ કલ્પવૃક્ષનાં ફળ છે. ધર્મથી અનેક પ્રકારની શુદ્ધતા થાય છે, જગતમાં નિર્મળ યશ વધે છે, સૌજન્ય સંપાદન થાય છે, શત્રુઓને ક્ષય થાય છે, અને વિવેકાદિ ગુણ પ્રાપ્ત થાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Truse