________________ 185 છિદ્ર પડી ગયાં, અને તેના સાંધા તુટી ગયા, પ્રકૃલિત કમળના જેવું દિવ્ય રૂપ ધારણ કરતા, અને ને ઉગ્ર કેપથી પરિપૂર્ણ થતા એવા કૃષ્ણ, રાતી દ્રષ્ટિ કરી, મદનની ઉપર આવ્યા. મદન પણ પિતાને બદ્ધ પરિકર થયેલા જોઇ, રથમાંથી ઉતરી વેગ વડે તેની સન્મુખ આવ્યું. દિશાઓના ગજેંદ્રના જેવી જેમની આકૃતિ છે, એવા તે બંનેને યુદ્ધની ઇચ્છાવાળા વિમાનમાંથી જોઈ, મદનની માતા અને સ્ત્રીએ નારદજીને કહ્યું, નારદજી ! તમે સત્વર જઈ આ બંનેને યુદ્ધ કરતાં નિવારે, આ બંનેના યુદ્ધથી અમારે મેટી હાનિ થાય છે. તેમનાં વચનથી નારદજી વેગથી ત્યાં ગયા. જ્યાં તે બંને યુદ્ધ કરતા હતા, ત્યાં જઈ તેમની વચ્ચે ઉભા રહ્યા. નારદજી બોલ્યા- અરે માધવ ! તમે આ પુત્રને વિષે શું આરંભ્ય છે? કાલસંવરને ઘેર વૃદ્ધિ પામી, સોળ લાભ મેળવી, સોળ વર્ષે આવેલે આ તમારો પુત્ર પ્રધુમ્ન છે, તે તમને મળવાને આવ્યો છે. પુત્રની સાથે યુદ્ધ કરવું, તે યુક્ત નથી. પછી નારદજીએ મદનને કહ્યું, અરે મદન ! પિતાની સાથે યુદ્ધ કેમ કરે છે ? જગતને પૂજવા યોગ્ય અને સ્નેહના મંદિરરૂપ એવા તારા 28 A0. GU P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust