________________ ૧૬ર માણસને આ વૃત્તાંત જણાવા બલદેવની પાસે મેકલ્યા. તે સાંભળી બલદેવને રુકિમણી ઉપર વિશે કોપ ચડે. બલદેવે ચિંતવ્યું કે, રુકિમણું સામાન્ય લાગતી નથી. તેણીએ કૃષ્ણને મંત્રથી વશ કર્યો છે. અને મંત્રથી લેને અટકાવ્યા છે. ચાલ, હું પોતે જાતે જઈ તેના મંત્રનું માહાસ્ય જોઈ લઉ. આવું ચિંતવી બલદેવ કોપ કરી વેગથી રૂકિમણુના મંદિર પ્રત્યે ચાલ્યા. જ્યાં રૂક્મિણીના મંદિરની દેઢી આગળ આવે, ત્યાં દ્વાર આગળ મેટા ઉદર સહિત પટેલે તે બ્રાહ્મણ જોવામાં આવ્યો. પ્રવેશને બધે માર્ગ રૂંધીને તે પડ્યો હતો. તેને બલભ કહ્યું, વિપ્ર ! બેઠા થા. મારે અંદર કાર્ય પ્રસંગે જવું છે. તારા ઉપર થઈને જવું, તે ગ્ય ન કહેવાય. બલભદ્રનાં વચન સાંભળી બ્રાહ્મણ બોલ્યો - ક્ષત્રિયનાયક ! સાંભળે. સત્યભામાને ઘેર જમીને હું હમણાંજ અહીં આવ્યો છું. મેં વારંવાર પણ કરીને અત્યંત ભજન કરેલું છે. અહીંથી એક પગલું આગળ ચાલવાને હું સમર્થ નથી. માટે પછવાડેથી જઈ શકાય તે જાઓ. મારાથી તે ઉઠી પણ શકાશે નહીં, બલભદ્રે કહ્યું –અરે અધમ બ્રાહ્મણ સાંભળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust