________________ 168 લેશે. તે સિવાય મારે જઈને મળવું તે કેમ મેગ્ય કહેવાય ? હું ઘેર ઘેર જઈ મારા નામની ઓળખાણ આપું, તે એગ્ય નથી. તમારા પુત્રને તેમાં કરવું ઘટે નહીં. મદનનાં આવાં વચન સાંભળી રુકિમણી બેલ્યાં–વત્સ ! તેવું સાહસ કરવું મને યોગ્ય લાગતું નથી. બલવાન યાદો તારાથી શી રીતે જીતાશે ? પુત્ર ! યુદ્ધવીર યાદવો અને પ્રચંડ તેજવાળા પાંડે કે જેઓએ સંગ્રામમાં વિજય મેળવ્યું છે, તેઓ તારા એકથી કેમ જીતી શકાશે? મદને કહ્યું–માતા ! વધારે શું કહું. એક નેમિનાથ સિવાય બધા હું જીતી શકે તેવા છે. હમણાંજ તમને બતાવીશ. આ પ્રમાણે કહી ક્ષણ વાર પછી મદને માતાને કહ્યું–માતા ! તમારી પાસેથી મારે એક માગવાનું છે, તે તમે કૃપા કરીને આપશે ? પુત્રનું વચન સાંભળી માતા બોલ્યાં-વત્સ ! જે માગવાનું હોય તે માગી લે, હું ખુશીથી આપીશ. મદન બેલેં–મારે એટલું જ માગવાનું છે કે, જ્યાં નારદમુનિ તમારી પુત્ર વધુ સાથે રહેલા છે, તે સુંદર વિમાનમાં મારી સાથે ચાલે. મારી ઉપર અનુગ્રહ કરીને ત્યાં તમે રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun, Gun Aaradhak Trust