________________ તમને ત્યાં રાખી પછી હું ઇચ્છા પ્રમાણે કરીશ. રૂકિમણીએ વિચાર્યું કે, પતિને પુછયા વગર જે હું પુત્રની સાથે જઉં, તે પછી હું શી રીતે પતિવ્રતા કહેવાઉં ? જે પુત્રની સાથે ન જાઉં, તે પુત્રને રીસ ચડશે, અને તે રોષથી પાછો વિદ્યાધરના ખંડમાં ચાલ્યો જશે. અથવા મારા સ્વામી કૃષ્ણ પુત્રની સાથે જવાથી રોષ કરશે નહીં. કદિ થવાનું હોય તે થાય, પણ પછવાડે સારાં વાનાં થશે, આવું વિચારી રુકિમણીએ મદનને કહ્યું—પુત્ર ! ચાલ હું તારી સાથે આવીશ. માતાનાં વચન સાંભળી મદને તત્કાળ બેઠો થયે, અને આભૂષણોના તેજથી દિશાઓને પીળી કરતા એવા રૂકિમણીને હાથમાં લઈ આકાશમાં ઉડશે. બે હાથમાં રૂકિમણીને લઈ કૃષ્ણ જેમાં અગ્રેસર છે, એવી યાદવની સભા પાસે ઉંચે ઉભે રહ્યો. સર્વ સભા સાંભળે તેમ મદન આ પ્રમાણે બોલ્ય—હે ભેજકુલના લેકે ! હે યાદવો! હે પાંડુના પુત્રો ! અને બીજા જે કૃષ્ણની સભામાં રહેલા સુભ સાંભળે. જો તમે ઉત્તમ કુળમાં થયા હો, અને જો તમે રણમાં વિર્ય મેળવનારા હે, તે મારું વચન સાવધાન થઈ સાંભળે. 22 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust