________________ 161 સેવક ગણુ શસ્ત્ર લઇ કેમ આવે છે? તે કેને સેવક ગણ છે ? આમાં કોઈ વિપરીત લાગે છે. રૂક્મિણી બોલ્યાં–વત્સ ! મને લાગે છે કે, તારા કાકા બલદેવે કેધ કરી મારી ઉપર આ સેવકગણને મોકલ્યો છે. સત્યભામાના માણસોને તેં જે વિડંબના આપી તે કર્મનું આ ફળ છે. રુકિમણીનું વચન સાંભળી મદન –માતા ! હવે મારું કામ છે. ચિંતા કરશે નહીં. રૂકિમણીએ કહ્યું–વત્સ ! આ સેવકગણ બલદેવને છે, તે અતિ બલવાન છે. તારા એકથી જીતી શકાશે નહીં. મદન બે –ગુણવતી માતા ! મૈન ધરી ક્ષણવાર રહો. હું તેનો ઉપાય કરીશ. આ પ્રમાણે કહી મદને પિતાની વિદ્યાને મોકલી. તે વિદ્યાએ બ્રાહ્મણનો વેષ ધારણ કર્યો. શ્રમથી તેનું અંગ પીડિત હતું, અને તેનું ઉદર મોટું હતું. સત્યભામાને ઘેરથી અતિ ભજન કરી અહીં આવીને પડયો હોય તેવો તે બ્રાહાણનો દેખાવ હતા. જ્યાં તે બ્રાહ્મણ પડ્યો હતા, ત્યાં બલદેવે મોકલેલે સેવકોને ગણ આવ્યો. તે બ્રાહ્મણ રૂકિમણીના દ્વારને રૂંધીને પડ્યા હતા, તેણે તેઓને પણ અટકાવ્યા. તે સેવકસમૂહે એક 21 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust