________________ 59 સુંદર અંગની બાલ આકૃતિ જોવામાં આવી. તેમાં સર્વ શુભ લક્ષણ દેખાવા લાગ્યાં, ઉત્તાનશાયી એવા તે કુમારનું મુખ કુલેલા કમળના જેવું મુગ્ધ દેખાતું હતું, હાથ પગ ચપળ હતા, હાથની મુષ્ટિ બાંધી હતી, લીલાથી વારંવાર તે મૃદુ હાસ્ય કરતે હતો. આવા બાલ પુત્રને જોઇ, માતા રુકિમણી હર્ષ પામ્યાં. સ્તનમાંથી છુટતી દુધની ધારા વડે તેને ધવરાવવા લાગ્યાં. બાળક વિવિધ વિલાસમાં દક્ષ થઈ, માતુશ્રીની આગળ કુદવા લાગ્યો. ક્ષણ વારે જાનુ વડે ટીગાતે ચાલવા લાગ્યો, બેઠો થઈ પાછો માતાની આગળ પડવા લાગ્યો, કરને ટેકો લઈ, ઉભે થઈ પાછો પૃથ્વી ઉપર પડતો હતો, માતાના કર સાથે વળગી કુદતી કુદતે ચાલતું હતું, બાળકને ઘટે તેવાં આભૂષણોથી વિભૂષિત થયેલ તે બાળક કાલું કલું અસ્પષ્ટ બોલતો માતાના મનને હરી લેતો હતો, ચિરકાળ રમી રજથી મલિન થયેલો તે શિશુ જ્યારે માતા બેલાવતાં, ત્યારે તેમની તરફ દોડી આવતો હત, રેજ ભરેલો તે બાળક રજની મુઠ ભરી માતાને કંઠે વેગથી વળગી પડતે હતો. આ પ્રમાણે બાલ કીડા કરી, યાદવોની લક્ષ્મીથી વિભૂષિત એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust