________________ 158 આલિંગન કરી, મસ્તકપર ચુંબન લઈ, રુકિમણીનાં નેત્રમાંથી હર્ષનાં અણુની ધારા ચાલી. માતા અને પુત્ર હર્ષથી વારંવાર આલિંગન કરવા લાગ્યાં, અને પરસ્પર સુખ દુઃખની વાર્તા કહેવા લાગ્યાં. પુત્ર છેતાની સર્વ વાર્તા કહી, તે સાંભળી માતા બેલ્યાં વત્સ ! આવું તારૂં બાલ્યવય મેં અભાગણીએ જોયું નહીં? વિદ્યાધરની પત્નિ કનકમાળાને ધન્ય છે કે, જેણુએ તારી બાલ્યાવસ્થા જોઇ, તારા જેવા સુંદર કુમારને લાલન કરી ઉછે. પુત્ર મેં તને નવે માસ સુધી કષ્ટથી ઉદરમાં રાખ્યો, અને પ્રસવ વેદના સહન કરી જન્મ આપે, પણ પુણ્યને અભાવે તારા લાલનનું સુખ મને મળ્યું નહીં, અથવા એમાં કોનો દોષ? મારા કર્મનો દોષ છે. સર્વ કેકાણે ભાગ્યેજ ફળે છે, વિઘા કે પુરૂષાર્થ ફળતાં નથી.” માતાનાં આવાં વચન સાંભળી મદન વિનયથી બેત્યે માતા ! મારૂં બાલ્યવય જોવાનું જે તમારે કૌતુક હોય, તે હું તે વય તમને અત્યારેજ બતાવું. મારે તે કરવું મુશ્કેલ નથી. માતા ! જે બીજાઓનેદુલંભ છે, એવું મારું બાલ્યવય જુવે. આ પ્રમાણે કહી મદન ત્યાં બાલ રૂપે થઈ ગયે. ઉત્તમ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust