________________ 157 નામ સાંભળ્યાં હતાં. તારી શેને માટે મેં નારદમુનિને મોકલ્યા છે. | માતાનાં વચન સાંભળી બળવાન મદન બોલ્યો– માતા ! કદિ નારદના કહેવા પ્રમાણે હું તમારો પુત્ર આવ્યો છું, તે પણ શા કામનો ? કુરપી અને સર્વ લક્ષણ રહિત એવા મારા જેવા પુત્રનું તમારે શું કામ છે ? કુપુત્રથી માતા પિતાને લજજા, આવે છે, તેથી મને જ્યાં ત્યાં જવા . યતિનાં આવાં વચન સાંભળી રૂકિમણી બોલ્યાં– વત્સ ! , તું ગમે તે છું, પણ મારે ઘેર રહે. તે સાંભળ તાજ મદને સુવર્ણના જેવું તેજસ્વી પિતાનું રૂપ પ્રગટ કર્યું. વિકાશ પામેલાં કમળ જેવાં લોચન થયાં, પૂર્ણ ચંદ્રના જેવું મુખ દેખાવા લાગ્યું, સર્વ આભૂષણ અને લક્ષણે જણાવા લાગ્યાં, નવ વનથી સંપન્ન એવા તેના શરીરમાં શંખના જે કંઠ, અને વૃક્ષ સ્થળ સુંદર થયાં. એ સુંદર રૂપ નર તથા નારીઓના ચિત્તને ચેરનારું હતું. આવું સુંદર રૂપ કરી, મદન વિનયથી જનનીના ચરણ કમળમાં નમી પડ્યો. આવા સુંદર પુત્રને જોઈ, માતાએ હર્ષથી આલિંગન કર્યું. મોહથી ચિરકાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust