________________ પપ ત્યાં જઈ બળદેવની આગળ રૂકમણીનું આ ચરિત્ર કહો. સત્યભામાના કહેવાથી મંત્રીઓ તે પરિજનને યાદવોની સભામાં લઈ ગયા. તેમને જોઈ કૃષ્ણને અત્યંત હસવું આવ્યું. કૃષ્ણને હાસ્ય કરતાં જઈ મંત્રીઓએ ચિંતવ્યું કે, કૃષ્ણ રુકિમણીને અવશ્ય શીખડાવ્યું હશે, તેથી તેની આગળ આ વૃત્તાંત કહે વૃથા છે. આ વૃત્તાંત તે બળદેવને જ જણાવો જોઇએ. પછી જ્યાં બલદેવ હતાત્યાં પરિજનને તેઓ લઈ ગયા, અને રૂકિમણીની બધી વાર્તા તેને નિવેદન કરી. તે સર્વ પ્રત્યક્ષ જોઈ બલદેવે પૂર્વે કરેલી તેમની પ્રતિજ્ઞા સ્મરણમાં આવી, અને તે વાત કૃષ્ણને જણાવી. કૃષ્ણ બલદેવનાં વચન સાંભળી હસ્યા અને બોલ્યા કે, તે રુકિમણુએ નાસિકા કાન અને દેશનું છેદન કેવી રીતે કર્યું હશે ? ઘણું પરિજનની આવી વિડંબના કેવી રીતે કરી શકે ? કૃષ્ણનાં આવાં હાસ્યયુક્ત વચન સાંભળી બલદેવ કોપ કરી બોલ્યા–સર્વ યાદવની અને મારી સાક્ષીએ જે પ્રતિજ્ઞા કરેલી છે, તે ભૂલી જઈ કોઈની શક્તિની મદદથી રુકિમણીએ આવું કાર્ય કરેલું છે, તે હું તેના ગર્વને ક્ષણમાં દૂર કરી દઈશ. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust