________________ 122 ડસળી, કમળ, ચંબેલી, શતપત્ર, નાગકેશર, જુઈ, અને મેગર વિગેરે સર્વ પુષ્પો પ્લાન થઈ ગયાં. તે પછી લીલા કરતા તે ત્યાંથી આગળ ચાલ્યા. સુગ. ધી બજારમાં તથા ધાન્ય બજારમાં એક બીજાને ઠેકાણે બીજી બીજી વસ્તુઓ નાંખી દીધી. તેમ વળી હસ્તીઓને ઠેકાણે ગધેડાં, અને ઠેકાણે ખચ્ચર, અને કસ્તૂરીને ઠેકાણે લસણ એમ વ્યત્યાસ કરી દીધો. તેમજ લશણને ઠેકાણે કસ્તૂરી, લવણને સ્થાન ને કપુર, અને કપુરને ઠેકાણે લવણ, એમ વિપરીત ન્યાસ કરી દીધો. વળી જે હાથીઓના ઉપકરણા હતા, તે ગધેડાના ઉપકરણ થયા. અને ગધેડાના ઉપકરણો હતા, તે હાથીઓના ઉપકરણ થયા. રજ સુવર્ણ થઇ, અને સુવર્ણ રજ થયું, રત્ન પાષાણ થયા, અને પાષાણ રત્ન થયાં, ધાન્ય મેતી થયાં, અને મોતી ધાન્ય થયાં, ઘી તેલ થઈ ગયું, અને તેલ ઘી થઈ ગયું, કાંબળા પટકુળ થયા, અને પટકુળ કાંબળા થઈ ગયા. મદન ત્યાંથી આગળ ચાલ્યો, ત્યાં મનોહર રાજમાર્ગ જોવામાં આવ્યો. તેમાં મદમસ્ત ગજેન્દ્રોના મદરૂપ કાદવથી તે માર્ગ વિષમ થઈ ગયો હતો , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust